અરવલ્લીઃબાયડ તાલુકાની 21 ગ્રામ પંચાયતોના પરિણામો માટે વિનયન કોલેજ બાયડ ખાતે આજે મતગણતરી યોજાશે
મોડાસા, 24 જૂન (હિ.સ.) *સરપંચના ઉમેદવારોએ મતદાત બાદ આંકડાકીય ગણતરીઓ માંડી. બાયડ તાલુકામાં રવિવારે મતદાન યોજાયા બાદ ખાસ કરીને સરપંચના ઉમેદવારો અને તેમના ટેકેદારોએ ગણતરીઓ માંડી છે. પોતાની તરફેણમાં મતદાન થયાનું જણાવી પોતપોતાની જીતના દાવા રજૂ કર્યા છે.
*Counting of votes for the results of 21 Gram Panchayats of Aravalli: Bayad taluka will be held today at Vinaya College Bayad*


મોડાસા, 24 જૂન (હિ.સ.) *સરપંચના ઉમેદવારોએ મતદાત બાદ આંકડાકીય ગણતરીઓ માંડી. બાયડ તાલુકામાં રવિવારે મતદાન યોજાયા બાદ ખાસ કરીને સરપંચના ઉમેદવારો અને તેમના ટેકેદારોએ ગણતરીઓ માંડી છે. પોતાની તરફેણમાં મતદાન થયાનું જણાવી પોતપોતાની જીતના દાવા રજૂ કર્યા છે. ખાસ કરીને

આંબલિયારા, સાઠંબા, ચોઇલા, ગાબટ ગ્રામ પંચાયતો માટે સરપંચપદ માટે રસાકસી જોવા મળી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત જીતપુર ગ્રામ પંચાયતમાં મતદાન બાદ હરીફ ઉમેદવારોમાં સામસામા દાવા થઇ રહ્યા છે.

બીજી તરફ સાઠંબા ગ્રામ પંચાયતમાં સરપંચપદ માટે કોણ બાજી મારશે ? તેને લઇને અત્યારથી જ અટકળોનું બજાર ગરમ છે. તા.૨૫મી જૂને મતપેટીઓ ખુલશે પછી ગ્રામજનોએ કોના પર પસંદગી ઉતારી છે તે જાણવા મળશે. ત્યારે સરપંચપદના ઉમેદવારો અને ટેકેદારોમાં પરિણામોને લઇને ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે.

બાયડ વિનયન કોલેજ ખાતે સવારે ૯.૦૦ વાગ્યાથી મતગણતરી*

બાયડ તાલુકાની ૨૧ ગ્રામ પંચાયતોમાં મતદાન પર્ણ થયા બાદ મતપેટીઓ બાયડ નજીક વાત્રક ખાતે વિનયન કોલેજમાં પ્રથમ માળે તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગરૂમમાં ગોઠવવામાં આવી છે. સ્ટ્રોંગરૂમ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તા.૨૫ જૂન બુધવારે સવારે ૯.૦૦ કલાકથી મતગણતરી શરૂ થશે. આ માટે ૭ મત ગણતરી હોલ તૈયાર કરાયા છે. પ્રથમ રાઉન્ડમાં આઠ ગ્રામ પંચાયતોની ગણતરી શરૂ કરવામાં આવશે. તેના પરિણામો જાહેરથયા બાદ બીજા રાઉન્ડની ગ્રામ પંચાયતોના કાઉન્ટીંગની કામગીરી હાથ પર લેવાશે પહેલા વોર્ડોની ત્યાર બાદ સરપંચના બેલેટ પેપરની ગણતરી થશે. કુલ ૨૧ ગ્રામ પંચાયતોમાં તમામ ગ્રામ પંચાયતોને મત ગણતરી માટે અલગ-અલગ સમય ફાળવવામાં આવ્યો હોવાનું બાયડ મામલતદાર આર.કે.પટેલે જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande