પોરબંદર, 24 જૂન (હિ.સ.) : પોરબંદરમાંથી વિદેશ જાવાની ઘેલછામાં યુવાનો છેતરાયા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે પોરબંદરના આંબેડકર નગરમાં રહેતા 19 જેટલા યુવક યુવતીઓ સાથે લાખોનો ફ્રોડ થયો છે બેંગકોક પટાયામાં નોકરી આપવાની લાલચમા લાખો રૂપિયા એજન્ટે લીધા બાદ નોકરી ના આપાવીને છેતર્યા છે હાલ તો તમામ યુવક યુવતી હેમખેમ પરત ફર્યા છે. પોરબંદરના યુવાનો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.પોરબંદરના આંબેડકર નગરમાં રહેતા 19 જેટલા યુવક યુવતીઓ સાથે લાખોનો ફ્રોડ થયો છે. 19 યુવક-યુવતીઓએ મીડીયાને આપેલી માહિતી જણાવ્યુ હતુ કે, આંબેડકર નગરમાં રહેતો તુષાર સાદીયા નામના શખ્સે આંબેડકર નગરમાં રહેતા 19 જેટલા યુવક યુવતીઓને બેંગકોકના પટાયાની હોટેલમા નોકરી આપવાની લાલચ આપી હતી ત્યારબાદ યુવક-યુવતીઓએ પરિવારજનોને કહી વ્યાજે પૈસા લઇને તુષાર સાદીયા આપ્યા હતા બાદ પોરબંદરના તમામ યુવક - યુવતીઓના બે માસના ટુરિસ્ટ વિઝા કરાવીને બેંગકોક પટાયા પહોંચાડયા હતા બાદ તુષાર સાદીયા યુવક-યુવતીઓને બે-ત્રણ દિવસમાં નોકરી ઉપર ચડાવી દઈશ તેવુ આશ્વાશન આપ્યા રાખ્યા અને નોકરી પણ ના અપાવી અને પૈસા પણ પરત ના અપાવ્યા જેના લીધે 19 જેટલા યુવક યુવતીઓ રસ્તા પર આવી ગયા હતા
યુવક-યુવતીઓએ મીઠું, રોટલી અને પાણી ઉપર દિવસ પસાર કર્યા કયારેક તો પાણી પણ પીવા નથી મળ્યુ આવી પરિસ્થિતિમાં દિવસો પસાર કર્યા છે.પટાયામા ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતા તુષાર પટેલના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસના વિઝા પુરા થવાના બાકી હતા ત્યારે તેમને ખબર પડી કે કોઇ ગુજરાતી રસ્તામાં રઝડે છે ત્યારે તેઓ તાત્કાલિક તેમની મુલાકાત ગયા ત્યારે યુવાનોની માનસિક સ્થિતિ સારી નહોતી અને કદાચ 15-20 મિનીટ મોડા પડયા હોત તો યુવક - યુવતીના હાથમાં દવાની શીશી હતી કદાચ પી જાત તો પોરબંદર તમામના મૃતદેહ આવત તેમ તુષાર પટેલે જણાવ્યુ હતુ વધુમાં એમ પણ કહ્યુ કે, તેઓએ તમામ યુવક-યુવતીઓનું રેસ્કયુ કરી ભોજન સહીત સુવિધા આપી બાદ ગુજરતના મહિપતસિંહ ચૌહાણનો સંપર્ક કરવામા આવ્યો જે સમાજ સેવાના કામ કરે છે તેમની સાથે વાતચીત કરતા તાત્કાલિક તેઓએ 19 યુવક યુવતીઓની ટીકીટ કરાવી આપી પોરબંદર સુધી પહોંચાડવા મદદ કરી છે તેમ તુષાર પટેલે જણાવ્યુ હતુ તુષારભાઇ પટેલે પણ પોરબંદર સુધી છોડવા આવ્યા અને પરિવાર સાથે વાતચીત કરી બાદ પોલીસ કાર્યવાહીમાં પણ મદદરૂપ બની રહ્યાં છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya