પોરબંદર, 24 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરમા પણ કેટલાક વાહન ચાલકો બેફામ બનીને વાહનો ચલાવતા હોવાના કારણે અકસ્માતની ઘટના બની રહી છે પોરબંદરની કલેકટર કચેરી નજીકના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલા હિતેષ બાબુભાઈ ચાંચીયા નામના યુવાનને કાર નં GJ 10AP 8696 ના ચાલકે પોતાની કાર બેફામ રીતે ચલાવી અને હિતેષને હડફેટ લઈ પગના ભાગે ઈજા પહોચાડી હતી આથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો અકસ્માત સર્જનાર કાર ચાલક સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોધાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya