પૈસાની લેતીદેતી મામલે મિત્ર એ મિત્ર પર છરી વડે હુમલો કર્યો.
પોરબંદર, 24 જૂન (હિ.સ.)પૈસાની લેતીદેતી બાબતે મનદુઃખના કિસ્સા અવારનવાર સામે આવે છે. પોરબંદરમા પૈસાની લેતી-દેતી બાબતે મિત્રએ મિત્ર પર છરી વડે હુમલો કર્યો હતો પોરબંદરના છાયા મારૂતીનગરમા રહેતા રાજુભાઈ લાખાભાઇ ઓડેદરાએ પોતાના મિત્ર જયેશ રાજાભાઇ ઓડેદરાને હા
પૈસાની લેતીદેતી મામલે મિત્ર એ મિત્ર પર છરી વડે હુમલો કર્યો.


પોરબંદર, 24 જૂન (હિ.સ.)પૈસાની લેતીદેતી બાબતે મનદુઃખના કિસ્સા અવારનવાર સામે આવે છે. પોરબંદરમા પૈસાની લેતી-દેતી બાબતે મિત્રએ મિત્ર પર છરી વડે હુમલો કર્યો હતો પોરબંદરના છાયા મારૂતીનગરમા રહેતા રાજુભાઈ લાખાભાઇ ઓડેદરાએ પોતાના મિત્ર જયેશ રાજાભાઇ ઓડેદરાને હાથ ઉછીના પૈસા આપ્યા હતા આ રકમ પરત માંગતા ઉશ્કેરાયેલા જયેશ ઓડેદરાએ છરી વડે પોતાના મિત્ર રાજુ ઓડેદરાને ભુંડી ગાળો આપી છરી વડે હુમલો કરી આંખના ભાગે ઇજા પહોચાડી હતી આ બનાવ અંગે કમલાબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande