સુરત, 24 જૂન (હિ.સ.)-સુરત જિલ્લામાં
રાત્રીએ પડેલા ભારે વરસાદના કારણે વહેલી સવારે બારડોલીના બાબેન ગામના હળપતિવાસમાં
પાણી ભરાયા હતા. જેથી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ભાવેશભાઈ પટેલ તથા તંત્રએ
સાથે મળીને હળપતિવાસના 500 વ્યકિતઓ માટે ભોજનની વ્યવસ્થા કરીને ઘરે ઘરે ભોજન
પહોચાડ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે