પાટણ, 24 જૂન (હિ.સ.)રાધનપુર તાલુકાના ભાડીયા ગામે આવેલી બ્લુપાઈન સોલાર પ્લાન્ટમાં ચોરીની ઘટનાની જાણકારી મળી છે. પ્લાન્ટના બ્લોક નંબર–5માં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા શ્રવણભાઈ ઠાકોર (ઉ. 24)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, ડ્યુટી દરમિયાન શ્રવણભાઈ હાજર હતા ત્યારે બે અજાણ્યા શખ્સો પ્લાન્ટની ખુલ્લી જગ્યામાંથી આશરે 1000 મીટર ડી.સી. કેબલ કાપી લઈ ગયા હતા. કેબલની કિંમત રૂ. 50 પ્રતિ મીટર મુજબ કુલ રૂ. 50,000 થાય છે.
રાધનપુર પોલીસે બંને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર