પાટણ, 24 જૂન (હિ.સ.) : વારાહી પાસે પાલનપુર-કંડલા નેશનલ હાઈવે પર સોમવારે રાત્રે ફોજી કોમ્પ્લેક્ષ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. હાઈવે ક્રોસ કરી રહેલા ઘેટાંના ટોળાને પૂર ઝડપે આવી રહેલા ટ્રેઈલરે અડફેટે લીધા હતા, જેના કારણે લગભગ 100 ઘેટાંના ઘટનાસ્થળે જ મરણ થયું હતું અને ઘણા ઘેટાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. ઘટનાની જાણ મળતાં વારાહી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃત ઘેટાંઓને હટાવી હાઈવે પર ટ્રાફિક પૂર્વવત કર્યો હતો.
પોલીસે ટ્રેઈલરના ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર