જૂનાગઢ જિલ્લામાં ખૂટતી સ્ટેમ્પ ડયુટી વસુલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી
જૂનાગઢ 24 જૂન (હિ.સ.) ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ- ૧૯૫૮ ની કલમ- ૩૨ (ક) ની જોગવાઈઓ અનુસાર જૂનાગઢ જિલ્લામાં ખૂટતી સ્ટેમ્પ ડયુટી વસુલ કરવા હુકમો કરવામાં આવેલ છે. આમ છતાં સમયમર્યાદામાં ખૂટતી સ્ટેમ્પ ડયુટી ભરપાઈ ન થતાં જમીન મહેસુલની બાકી તરીકે કાર્યવાહી હા
જૂનાગઢ જિલ્લામાં ખૂટતી સ્ટેમ્પ ડયુટી વસુલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી


જૂનાગઢ 24 જૂન (હિ.સ.) ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ- ૧૯૫૮ ની કલમ- ૩૨ (ક) ની જોગવાઈઓ અનુસાર જૂનાગઢ જિલ્લામાં ખૂટતી સ્ટેમ્પ ડયુટી વસુલ કરવા હુકમો કરવામાં આવેલ છે. આમ છતાં સમયમર્યાદામાં ખૂટતી સ્ટેમ્પ ડયુટી ભરપાઈ ન થતાં જમીન મહેસુલની બાકી તરીકે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો નોટિસ મળયેથી પણ આવા પક્ષકારો બાકી રકમ ભરવામાં કસુર કરશે તો સ્થાવર જંગમ મિલકત જપ્ત કરવામાં આવશે.

જૂનાગઢ જિલ્લાના આવા એક લાખથી રકમની વધુ ખૂટતી સ્ટેમ્પ ડયુટી લેવાપાત્ર હોય તેવા ૧૭ પક્ષકારોને બાકી રકમ વસુલ કરવા જમીન મહેસુલ કાયદા હેઠળ તથા બીજી અન્ય નોટીસો આપવામાં આવેલ છે. તેમ છતાં પક્ષકારોએ રકમ ભરવા દરકાર કરેલ નથી. જેથી આવા પક્ષકારોએ ખૂટતી સ્ટેમ્પ ડયુટી, નિયત વ્યાજ, સરચાર્જ મળી જે રકમ નકકી થાય તે રકમ તાત્કાલિક ભરપાઈ કરવા જણાવવામાં આવે છે.

અન્યથા જમીન મહેસુલ સંહિતા- ૧૮૭૯ ની કલમ– ૧૫૪/૧૫૫ મુજબ સ્થાવર- જંગમ મિલકતની જાહેર હરાજી કરી જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે એવું નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્ર જુનાગઢની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

આ ૧૭ પક્ષકારોમાં વંથલીના અતુલ પ્રકાશ અગ્રવાલ તેમના દસ્તાવેજ નંબર ૧૧૬૭, દસ્તાવેજ તારીખ ૦૩-૧૨-૨૦૨૦, સ્ટેમ્પ ડયુટીની રકમ રૂ.૬૪૩૦૪૫ અને મિલકતની વિગત મોજ. શાપુર તા.વંથલીના રે.સે. નં. ૨૬૮ ની ચોમી ૨-૧૧-૨૮ ના પ્લોટ નં ૧ થી ૧૨ના ચો મી. ૧૬૪૮૧.૮૫ છે.

જૂનાગઢના નરસિંહભાઈ હીરાભાઈ ગોંડલીયા તેમના દસ્તાવેજ નંબર ૨૦૩૧, દસ્તાવેજ તારીખ ૩૦-૪-૧૯૯૬, સ્ટેમ્પ ડયુટીની રકમ ૧૦૫૭૭૦, મિલકતની વિગત જૂનાગઢ મનપા વણજારી વાવ પાસેનો વિસ્તાર બ્લોક નં.૧૩ સીસનં ૧૦૩-અ ચો.મી.૩૭૮.૩૯ છે.

જૂનાગઢના નરેન્દ્રકુમાર દુર્લભદાસ કોટેચા તેમના દસ્તાવેજ નંબર ૨૧૭૬, દસ્તાવેજ તારીખ– ૧૦-૫-૧૯૯૬, સ્ટેમ્પ ડયુટીની રકમ ૨૨૪૭૨૦, મિલકતની વિગત જૂનાગઢ મનપા વિસ્તાર બ્લોક નં.૧૦,સી સ નં૪૭ ચોમી ૨૭૯.૮૨ છે.

જૂનાગઢના ચંદ્રકાંત હરજીવનદાસ રૂપારેલીયા તેમના દસ્તાવેજ નંબર ૪૧૫૯, દસ્તાવેજ તારીખ તા. ૧૯-૮-૧૯૯૬, સ્ટેમ્પ ડયુટીની રકમ ૨૧૦૨૭૦, મિલકતની વિગત જૂનાગઢ મનપા વિસ્તાર બ્લોક નં.૧૦, સીસનં ૫૦૨,૫૦૮,૫૦૯,૫૧૦ ચોમી ૩૯૪.૮૫ છે.

જૂનાગઢના ભાવેશભાઈ હર્ષુખભાઈ ટીટા તેમના દસ્તાવેજ નંબર ૮૮૯, દસ્તાવેજ તારીખ ૨૩-૨-૨૦૧૭, સ્ટેમ્પ ડયુટીની રકમ ૨૯૧૦૨૬, મિલકતની વિગત જૂનાગઢના બ્લોક નં.૧૬ સીસનં.૪૨૬ તથા ૪૨૭ ગણેશ ફળિયા વિસ્તાર ચો.મી. ૪૩૭.૩૮૮૯ છે.

જૂનાગઢના ચંદ્રકાંત હરજીવનદાસ રૂપારેલીયા તેમના દસ્તાવેજ નંબર ૪૭૨૦, દસ્તાવેજ તારીખ ૧૭-૯-૧૯૯૭, સ્ટેમ્પ ડયુટીની રકમ ૧૭૧૩૮૦, મિલકતની વિગત જૂનાગઢના વડફળીયા તરીકે ઓળખાતો વિસ્તાર બ્લોક નં. ૧૦ સીસ નં. ૫૦૧/૧ ચોમી ૩૪૩.૭૨ છે.

જૂનાગઢના જયશ્રીબેન પરબતભાઈ પરમાર તેમના દસ્તાવેજ નંબર ૩૮૫૫, દસ્તાવેજ તારીખ ૧૫-૭-૨૦૦૦, સ્ટેમ્પ ડયુટીની રકમ ૧૪૦૨૫૧, મિલકતની વિગત જૂનાગઢ મનપા હદમાં આવેલ દાણાપીઠ વિસ્તારના બ્લોક નં ૬ સી.૬ નં.૧૪૦૪, ૧૪૦૫, ૧૪૦૧, ૧૪૦૦, ૧૩૯૭/૧, ૧૩૯૯ કુલ ચોમી. ૩૨૩.૩૧ છે.

જૂનાગઢના સુરેશભાઈ જી.પટેલ તેમના દસ્તાવેજ નંબર ૩૭૮૬, દસ્તાવેજ તારીખ ૨૩-૬-૧૯૯૮, સ્ટેમ્પ ડયુટીની રકમ ૧૩૯૭૯૨, મિલકતની વિગત મોજે બીલખા ગ્રામ પંચાયત, વીરપુર (શેખવા) રોડ પર આવેલ રે.સ.નં. ૭૬/૧ પૈ એ.૧-૦૦ ગુ. બીનખેતી પ્લોટ નં.૧ થી ૧૧ કુલ ચો.મી. ૨૯૨૫ છે.

જૂનાગઢના ભીખાભાઈ રામભાઈ પરમાર તેમના દસ્તાવેજ નંબર ૩૭૮, દસ્તાવેજ તારીખ ૨૨-૧-૧૯૯૯, સ્ટેમ્પ ડયુટીની રકમ ૧૨૬૦૦૦, મિલકતની વિગત જૂનાગઢ તાલુકાના મોજે પ્લાસવાના રે.સ.નં. ૮૩ પૈકી એ. ૨- ૦૦ ગુ.ના રહેણાક હેતુ માટેના પ્લોટ નં ૧ થી ૩૦ ચોરસ મીટર ૮૦૯૪ છે.

વિસાવદરના શ્રી રત્નાભાઇ કડવાભાઈ પાઘડાર તેમના દસ્તાવેજ નંબર ૧૪૭, દસ્તાવેજ તારીખ ૧૭-૩-૧૯૯૭, સ્ટેમ્પ ડયુટીની રકમ ૧૦૩૮૨૦, મિલકતની વિગત મોજે પ્રેમપરા તા.વિસાવદર ગામતળમાં આવેલ જૂના ઢાળીયા– ૨ ઉતરબારના મકાન- ૧ ચોરસ મીટર ૪૧૮.૦૬ છે.

જૂનાગઢના આનંદકુમાર પી.લશ્કરી તેમના દસ્તાવેજ નંબર- ૬૫૭૫, દસ્તાવેજ તારીખ ૨૩-૧૧-૧૯૯૮, સ્ટેમ્પ ડયુટીની રકમ ૧૦૮૯૦૦, મિલકતની વિગત મોજે બિલખા ગ્રામ પંચાયત નવા ગામના સીમાડે પાદરડી ખાણના આગળના ભાગે ઈન્વેન્ટરી આઈટમ નં. ૧-૨- પૈકીની અધૂરા બંગલા તરીકે ઓળખાતી પ્રાઈવેટ પ્રોપર્ટી ચો.મી. ૨૫૦૮ છે.

જૂનાગઢના શ્રી પરસોત્તમભાઈ નાથાભાઈ પટોળીયા તેમના દસ્તાવેજ નંબર ૪૮૬૪, દસ્તાવેજ તારીખ ૨૨-૧૦-૨૦૦૧, સ્ટેમ્પ ડયુટીની રકમ ૪૨૩૮૨૨, મિલકતની વિગત મોજે માખીયાળા તા.જૂનાગઢ ૬ નં. ૩૦૫ ઐાધોગિક હેતુ માટેની બીનખેતી જમીન એ. ૩-૩૬ ગુ. છે.

જૂનાગઢના ગોપાલભાઈ નારણભાઈ ઝાંઝરુકીયા તેમના દસ્તાવેજ નંબર ૭૦૯૦, દસ્તાવેજ તારીખ ૧૦-૧૨-૧૯૯૮, સ્ટેમ્પ ડયુટીની રકમ ૪૪૨૪૭૦, મિલકતની વિગત જૂનાગઢ મનપા હદમાં આવેલ સ.નં. ૫૫ ચોમી ૭- ૭૪-૫૧ છે.

જૂનાગઢના વિનોદકુમાર નરસિંહદાસ રાજપોપટ તેમના દસ્તાવેજ નંબર ૫૮૯૧, દસ્તાવેજ તારીખ ૧૯-૧૧-૧૯૯૯, સ્ટેમ્પ ડયુટીની રકમ ૧૫૫૧૩૪૦, મિલકતની વિગત જૂનાગઢ મનપા હદમાં આવેલ ગાંધીગ્રામ વિસ્તાર રે.સ.ન. ૩૦૫ પૈ એ. ૨-૩૨ ગુ. છે.

જૂનાગઢના ભનુભાઈ જમનાદાસ સીતાપરા તેમના દસ્તાવેજ નંબર ૨૮૮૪ દસ્તાવેજ તારીખ ૧૪-૬-૧૯૯૬, સ્ટેમ્પ ડયુટીની રકમ ૧૯૧૩૦૬, મિલકતની વિગત

જૂનાગઢ મનપા હદમાં આવેલ રે.સ.નં. ૨૨૨/૨ પૈકી નગર યોજના નં.૧ ના અંતિા ખંડ નં. ૪૭/૧ પ્લોટ નં. ૧ના ચોમી. ૧૨૫૯-૦૦ છે.

જૂનાગઢના રાકેશ રસિકભાઈ ધુલેશિયા તેમના દસ્તાવેજ નંબર ૨૮૬૭, દસ્તાવેજ તારીખ ૧૩-૫-૧૯૯૮, સ્ટેમ્પ ડયુટીની રકમ ૧૩૬૫૫૨, મિલકતની વિગત

જૂનાગઢ મનપા હદમાં આવેલ રે.સ.નં. ૨૦૪ એ- ૨-૧૫ ગુ. રહેણાક હેતુ માટે બીનખેતી જમીન ટીપી- ૧ અંતિમ ખંડ નં – ૧૦ /૨ ચોમી. ૯૫૪-૨૪ છે.

જૂનાગઢના સાહિનબેન સરફરાજખાન લસારીના દસ્તાવેજ નંબર ૬૦૪૧, દસ્તાવેજ તારીખ ૨૯-૯-૨૦૧૭, સ્ટેમ્પ ડયુટીની રકમ ૭૦૭૮૮૯, મિલકતની વિગત જૂનાગડ મનપા મોચી બજાર વિસ્તાર બ્લોક નં.૦૩ સી.સ.ન.૫૭/પૈ ચોમી ૩૧૯.૨૩ છે.

૧૭ પક્ષકારોને આ બાબતે ત્રણ નોટીસની બજાવણી કરીને ખુટતી સ્ટેમ્પ ડયુટીની રકમ ભરવા માટેની પર્યાપ્ત તક આપવામાં આવેલ હતી. ત્યારબાદ સબંધિત પક્ષકારો ખુટતી સ્ટેમ્પ ડયુટી ન ભરતા આખરી હુકમ કરવામાં આવેલછે. આમ છતાં નીચે દર્શાવેલ ક્રમ નં. ૧ થી ૧૭ માં અંકિત કરેલ પક્ષકારો દ્રારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ ની કલમ-૩૨ (ક) અન્વયે ખુટતી સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં આવેલ નથી.

વધુમાં આ તમામ ૧૭ પક્ષકારોને જણાવવાનું કે, ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ- ૧૯૫૮ ની કલમ- ૪૬ (ર) ની જોગવાઈ મુજબ તમામ ડયુટી, દંડ, વ્યાજ અને બીજી રકમો જેની પાસે તે બાકી હોય તે વ્યકિતની જંગમ અથવા સ્થાવર મિલકત જપ્ત કરીને તથા વેચીને અથવા જમીન મહેસૂલીની બાકી તરીકે કલેકટર વસૂલ કરી શકશે. હવે પછી જમીન મહેસુલ સંહિતા- ૧૮૭૯ ની કલમ– ૧૫૪/૧૫૫ મુજબ સ્થાવર- જંગમ મિલકતની જાહેર હરાજી કરી જપ્તીની અધિકૃત કાર્યવાહી કરવામાં આવશે. જેની ખાસ નોંધ લઇ તમામ ૧૭ પક્ષકારોને ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ- ૧૯૫૮ ની કલમ-૩૨ (ક) ની ખુટતી સ્ટેમ્પ ડ્યુટીની રકમ દિન- ૧૦ માં નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્ર, જૂનાગઢ ત્રીજો માળ, કલેક્ટર ઓફિસ સરદારબાગ, જૂનાગઢ- ૩૬૨૦૦૧ ની કચેરી ખાતે ભરી જવા જણાવવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande