જૂનાગઢ ,24 જૂન (હિ.સ.) રમત ગમત, યુવા અને સાંસ્કૃાતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃ તિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત, જિલ્લાત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જૂનાગઢ સંચાલિત કલા મહાકુંભ ૨૦૨૫-૨૬ યોજાનાર છે. જેમાં ૬ થી ૬૦ વર્ષ ઉપર સુધીના તમામ વયજુથના કલાકારો ભાગ લઇ શકશે. વયજુથમાં ચાર વિભાગ રહેશે. (૧) ૬ થી ૧૪ વર્ષ (૨) ૧૫ થી ૨૦ વર્ષ (૩) ૨૧ થી ૫૯ વર્ષ (૪) ૬૦ વર્ષથી ઉપર રહેશે.
જેમાં (૧) સાહિત્યા વિભાગમાં વકૃત્વ , નિબંધ, કાવ્ય લેખન, ગઝલ શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઇ (૨) કલા વિભાગમાં ચિત્રકલા, સર્જનાત્માક કારીગરી (૩) નૃત્ય વિભાગમાં લોકનૃત્ય્, રાસ, ગરબા, ભરતનાટ્યમ, કથ્થક, કુચીપુડી, ઓડીસી, મોહીનીઅટ્ટમ (૪) ગાયન વિભાગમાં શાસ્ત્રી ય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), સુગમ સંગીત, લગ્નમગીત, સમુહગીત, લોકગીત/ભજન (૫) વાદન વિભાગમાં હારર્મોનિયમ (હળવું), તબલાં, ઓરગન, સ્કુસલબેન્ડ,, વાંસળી, સિતાર, ગિટાર, સરોદ, સારંગી, પખાવજ, વાયોલીન, મૃદંગમ, રાવણહથ્થોા, જોડીયા-પાવા (૬) અભિનય વિભાગમાં એકપાત્રીય અભિનય, ભવાઇ સ્પર્ધામાં સ્પર્ધકો કૃતિના નિયમો પ્રમાણે ભાગ લઈ શકશે.
તાલુકા કક્ષા /ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે ઇચ્છુ્ક ઉમેદાવરોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ સાથે રાખી તા.૨૦/૦૭/૨૦૨૫ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં ઝોન/તાલુકા કન્વીનરને મળી જાય તે રીતે મોકલવાના રહેશે. કલા મહાકુંભ ૨૦૨૫- ૨૬ તાલુકા કક્ષા/ ઝોન કક્ષાની સ્પર્ધાઓનું આયોજન આગામી તા.૨૧/૦૭/૨૦૨૫ થી તા.૦૫/૦૮/૨૦૨૫ સુધીમાં કરવામાં આવશે અને સ્પર્ધાની તારીખ માટે ઝોન/ તાલુકા કન્વીનરનો સંપર્ક કરવાનો રહેશે.
સીધી જિલ્લાકક્ષા, સીધી પ્રદેશકક્ષા અને સીધી રાજયકક્ષાએથી શરૂ થતી સ્પચર્ધાઓમાં ભાગ લેવા માટે ઇચ્છુોક ઉમેદાવરોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ સાથે રાખી તા.૨૦/૦૭/૨૦૨૫ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, બ્લોક નં.૧, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ ૩૬૨૦૦૧ ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફત મોકલવાની રહેશે. જ્યારે સ્પર્ધા અંગેના નિયમો, ઝોન/તાલુકા કન્વી નરની યાદી, નિયત નમુનાના ફોર્મની માહિતી Dydo Junagadh ફેસબૂક આઈ.ડી પર જોઈ શકાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ