જૂનાગઢમાં ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના સહયોગથી ટુરીસ્ટ ગાઈડ અને હોસ્પિટાલિટી ટ્રેનિંગ પ્રોગ્રામ સંપન્ન થયો
જૂનાગઢ 24 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ ખાતે ટુરીસ્ટ ગાઈડ અને હોસ્પિટાલિટી ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલીમાર્થીઓને વર્ગખંડ અને ફિલ્ડ વિઝીટ એમ બે વિ
જૂનાગઢમાં ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના સહયોગથી ટુરીસ્ટ ગાઈડ અને હોસ્પિટાલિટી ટ્રેનિંગ પ્રોગ્રામ સંપન્ન થયો


જૂનાગઢ 24 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ ખાતે ટુરીસ્ટ ગાઈડ અને હોસ્પિટાલિટી ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલીમાર્થીઓને વર્ગખંડ અને ફિલ્ડ વિઝીટ એમ બે વિભાગમાં ૨૧ દિવસ માટે નિવાસી કાર્યક્રમ યોજાયો હતો.

આ ઉપરાંત તાલીમાર્થીઓને જૂનાગઢ અને તેની આસપાસના પ્રવાસન સ્થળો જેવા કે રોપ- વે, ઉપરકોટ, બાવા પ્યારે ગુફાઓ, અશોકનો શિલાલેખ, ખાપરા કોડિયા ગુફાઓ, મ્યુઝિયમ, ઐતિહાસિક ઇમારતો, આશ્રમો, સાસણગીરમાં સિંહ દર્શન, દેવળિયા સફારી, સોમનાથ મંદિર, રિસોર્ટ અગ્રણી હોટેલ્સ વગેરેની સ્થળ વિઝીટ કરાવવામાં આવી હતી. તેમજ વિવિધ વિષયો જેવા કે કમ્યુનિકેશન સ્કિલસ, પ્રોફેશનલ વર્તણુંક, ઇતિહાસ, પર્સનાલિટી ડેવલપમેન્ટ જેવા મુદ્દાઓ ઉપર વિદ્વાનો દ્વારા વર્ગખંડ તાલીમ આપવામાં આવી હતી.

સમગ્ર ટ્રેનિંગ પ્રોગ્રામ જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા ગુજરાત સરકારના ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના સહયોગથી જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની દેખરેખ હેઠળ યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મયુર ધોળકિયાએ જહેમત ઉઠાવી હતી. તેમજ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ આ ટ્રેનિંગ પ્રોગ્રામ થકી ટુરીઝમ ક્ષેત્રે યુવાઓને કારકિર્દી માટે ખૂબ જ મદદ મળી રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande