પોરબંદર, 24 જૂન (હિ.સ.) : પોરબંદર માછીમાર બોટ એસોશીએશનની ચુંટણી રવિવારે ચુંટણી યોજાઈ હતી જેમાં મુકેશભાઈ પાંજરીનો ભવ્ય વિજય થયો હતો પ્રમુખપદ માટે કુલ ત્રણ ઉમેદવાર મેદાને હતા તેમાં એક ઉમેદવારે મુકેશભાઈ પાંજરીને સમર્થન જાહેર કર્યુ હતુ.માછીમારોના પ્રશ્ન અને તેમના વિકાસ માટે કામ કરતી પોરબંદર માછીમાર બોટ એસોસીએશની ચુંટણી રવિવારે યોજાઈ હતી જેમાં પ્રમુખપદ માટે મુકેશભાઈ પાંજરી, ભીખુભાઈ ગોહેલ અને મનિષભાઈ લોઢારીએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં ભીખુભાઇ ગોહેલે મુકેશભાઈ પાંજરીને સમર્થન આપ્યુ હતુ ચુંટણીમાં કુલ 647 મત પડયા હતા તેમાં 6 મત કેન્સલ થયા હતા જયારે મુકેશભાઈ પાંજરી 455 મત જયારે સમર્થન આપનાર ભીખુભાઈ ગોહેલને 01 મત જયારે મનીષભાઇ લોઢારીને 185 મત મળ્યા હતા અંતે મુકેશભાઈ પાંજરીનો વિજય થયો હતો મુકેશભાઈ પાંજરી સતત પાંચમી વખત પ્રમુખ તરીકે ચુંટાઈ આવતા સમસ્ત બાર ગામ ખારવા જ્ઞાતિના વાણોટ પવનભાઈ શિયાળ અને પંચ-પટેલો અને ટ્રસ્ટીઓ તેમજ માછીમાર આગેવાનો દ્રારા શુભેરછા પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya