નવરંગ દ્વારા સંગીત દિવસ નિમિત્તે સંગીત બેઠક યોજાઇ
પોરબંદર, 24 જૂન (હિ.સ.) : સમગ્ર વિશ્વમાં યોગ દિવસની સાથે સાથે સંગીત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેના અનુસંધાને પોરબંદરમાં પણ નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા વિશ્વ સંગીત દિવસ નિમિત્તે સંગીત બેઠકનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.નવરં
નવરંગ દ્વારા સંગીત દિવસ નિમિત્તે સંગીત બેઠક યોજાઇ


પોરબંદર, 24 જૂન (હિ.સ.) : સમગ્ર વિશ્વમાં યોગ દિવસની સાથે સાથે સંગીત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેના અનુસંધાને પોરબંદરમાં પણ નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા વિશ્વ સંગીત દિવસ નિમિત્તે સંગીત બેઠકનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન દ્વારા પોરબંદરમાં નવ સંગીત, સાહિત્ય, નૃત્ય, નાટ્ય, ચિત્ર વગેરે નવ જેટલી કલાઓ માટે સમયાંતરે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. વિશ્વ સંગીત દિવસ નિમિત્તે ટોપ એફએમ સ્ટેશન ખાતે નવરંગ સંસ્થા દ્વારા એક સંગીત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંગીત બેઠકમાં પોરબંદરના ઉગતા સંગીત કલાકારો જીગ્નેશ પાટણેશા, અમન સાગઠિયા, સાન તન્ના, ધર્મેશ ઢાકેચા, મયંક સાદીયા વગેરેએ ઉપસ્થિત રહીને સંગીતના સૂર રેલાવ્યા હતા. આ સંગીત બેઠકમાં નવરંગ સંસ્થાના પ્રમુખ લાખણશી ગોરાણીયા, મિલન પાણખાણીયા, પરેશ પુરૂષવાણી, ડો. સંજય મોઢા, જય પંડ્યા, ભાવનાબેન છેલાવડા અને સંગીત રસિકો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande