પાટણ નગરપાલિકાની જર્જરિત દુકાનો સામે કડક કાર્યવાહી
પાટણ, 24 જૂન (હિ.સ.)પાટણ નગરપાલિકા હસ્તકના પાંચ કોમ્પ્લેક્સોમાં આવેલી જર્જરિત દુકાનો સામે કાર્યવાહી તીવ્ર બની છે. ગુરુવારે એક કોમ્પ્લેક્સની ચાર દુકાનોને નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી. જ્યારે બાકીની દુકાનોના ભાડુઆતોને રિનોવેશન માટે સેલ્ફ ડીક્લે
પાટણ નગરપાલિકાની જર્જરિત દુકાનો સામે કડક કાર્યવાહી


પાટણ, 24 જૂન (હિ.સ.)પાટણ નગરપાલિકા હસ્તકના પાંચ કોમ્પ્લેક્સોમાં આવેલી જર્જરિત દુકાનો સામે કાર્યવાહી તીવ્ર બની છે. ગુરુવારે એક કોમ્પ્લેક્સની ચાર દુકાનોને નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી. જ્યારે બાકીની દુકાનોના ભાડુઆતોને રિનોવેશન માટે સેલ્ફ ડીક્લેરેશન ફોર્મ ભરાવ્યા બાદ એક તક આપવામાં આવી છે.

આજના રોજ પાલિકા ચીફ ઓફિસર અલ્પેશ પટેલ, ઉપ પ્રમુખ હીનાબેન શાહ, મોનિલ પટેલ અને અન્ય અધિકારીઓએ સંકળાયેલ તમામ દુકાનોની મુલાકાત લીધી હતી. પાલિકા દ્વારા નોટિસ આપ્યા છતાં કેટલાક વેપારીઓએ હજુ સુધી રિપેરિંગ શરૂ કર્યું નથી, જેના કારણે અધિકારીઓમાં અસંતોષ જોવા મળ્યો હતો.

ચીફ ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું કે હવે અંતિમ સૂચના આપવામાં આવી છે. જો વેપારીઓ પોતાની દુકાનોનું રિપેરિંગ કાર્ય આરંભ નહીં કરે તો પાલિકા દ્વારા તાત્કાલિક કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવશે. પાલિકા દ્રઢ વલણ અપનાવી રહી છે કે જાહેર સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં થાય.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande