પોરબંદર, 24 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં માથાભારે તેમજ બુટલેગરો સામે પોલીસ દ્રારા પાસાની કાર્યવાહી કરવામ આવી રહી છે. ત્યારે વલસાડના બે બુટલેગરોએ પોરબંદર જીલ્લામાં દારૂની હેરફેરી કરી હતી આ બન્ને બુટલેગરોને પાસા હેઠળ જેલમા ધકલી દેવામા આવ્યા છે. વલાસાડ કિલ્લા પારડી ખાતે આકાશ દિનેશભાઈ પટેલ અને તેજશ અર્જુન હળપતી સામે કુતિયાણા પોલીસ સ્ટેશનમા વિદેશી દારૂની હેરાફેરી અંગેનો ગુન્હો નોંધાયો હતો આ બુટલેગરો જીલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાની સુચનાથી એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર કે કાંબરીયાએ પાસાની દરખાસ્ત કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલવામા આવી હતી જે દરખાસ્ત મંજુર થતા આકાશ દિનેશભાઈ પટેલ અને તેજશ અર્જુન હળપતીને વડોદરા અને અમદાવાદની જેલ ધકેલી દેવા હુકમ કરતા એલસીબીએ આ બન્ને શખ્સોની અટકાયત કરી અને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવામા આવ્યા હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya