સુરતના સરથાણા વિસ્તારમાં સ્કૂલમાં પાણી ઘૂસતાં હડકંપ: 87 વિદ્યાર્થીઓ સહિત 102 લોકોનું રેસ્ક્યુ કરાયું
સુરત, 24 જૂન (હિ.સ.)- સુરતમાં મૌસમની શરૂઆતથી જ ભારે વરસાદના લીધે કેટલીક વિસ્તારોમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. પુણા વિસ્તારમાં આવેલા સરથાણા જકાતનાકા પાસે આવેલી આદર્શ નિવાસી શાળામાં આજે વહેલી સવારે ભારે વરસાદના કારણે પાણી ઘૂસી ગયા હતા. સ્થિતિ ગંભીર બનતા
surat


સુરત, 24 જૂન (હિ.સ.)- સુરતમાં મૌસમની શરૂઆતથી જ ભારે વરસાદના લીધે કેટલીક વિસ્તારોમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. પુણા વિસ્તારમાં આવેલા સરથાણા જકાતનાકા પાસે આવેલી આદર્શ નિવાસી શાળામાં આજે વહેલી સવારે ભારે વરસાદના કારણે પાણી ઘૂસી ગયા હતા. સ્થિતિ ગંભીર બનતાં સુરત મહાનગર પાલિકા અને ફાયર વિભાગની ટીમે તરતજ દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી.

ફાયર ટીમે બોટની મદદથી 87 વિદ્યાર્થીઓ અને 15 સ્ટાફ સહિત કુલ 102 લોકોને સલામત રીતે રેસ્ક્યુ કરીને સરથાણા ગામની બીજી શાળામાં સ્થળાંતરિત કર્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande