જૂનાગઢ 27 જૂન (હિ.સ.) તાલુકાના સેમરાળા, બગડુ અને જામકા ગામે ‘‘આવો બનાવીએ... શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ’’ની થીમ સાથે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉત્સવ ૨૦૨૫ ઉપક્રમે ગૃહ વિભાગના ઉપસચિવ અમિત રાવલે બાળકોને હર્ષ ઉલ્લાસ સાથે શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે ઉપસચિવ અમિત રાવલે પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યુ હતું. ઉપસચિવએ શાળાની વ્યવસ્થાઓ વિશે માહિતી મેળવી હતી અને બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી સૂચનો કર્યા હતા.
આ કાર્યક્રમમાં સેમરાળા પ્રાથમિક શાળામાં બાલવાટિકાના ૫ બાળકો, બગડુ માધ્યમિક શાળામાં ધોરણ ૧ થી ૯ માં ૫૯ કુમાર અને ૨૯ કન્યા મળી કુલ ૮૮ બાળકો અને બાલવાટીકાનાં ૧૧ કુમાર અને ૧૦ કન્યા એમ કુલ ૨૧ બાળકો, બગડુ કુમાર પે.સે. શાળામાં બાલવાટીકાના ૯ કુમાર અને ૯ કન્યા એમ કુલ ૧૮ બાળકો, બગડુ પ્લોટ પ્રાથમિક શાળામાં બાલવાટીકાના ૫ કુમાર અને ૩ કન્યા એમ કુલ ૮ બાળકો, સરસ્વતી વિદ્યાલય જામકામાં ધોરણ ૧ થી ૯ માં ૭ કુમાર અને ૭ કન્યા મળી કુલ ૧૪ બાળકો અને બાલવાટીકાનાં ૧ બાળક, જામકા પ્રાથમિક શાળામાં બાલવાટીકાના ૧૦ કુમાર અને ૭ કન્યા એમ કુલ ૧૭ બાળકોને મહાનુભાવોના હસ્તે શૈક્ષણીક કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય દ્વારા શુભારંભ બાદ બાળકોએ સમૂહ પ્રાર્થનાગાન કર્યું હતું તેમજ પુસ્તક દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સરપંચ પદાધિકારીઓ/અધિકારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો, ગામ અગ્રણીઓ અને ગ્રામજનો તથા બાળકો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ