અરવલ્લીઃ વન વિભાગ મોડાસા ખાતે, ગાંધીનગર વન વર્તુળ દ્રારા બીજ પ્રદર્શન કાર્યશાળાનું આયોજન કરાયું
મોડાસા, 3 જૂન (હિ.સ.) ગુજરાત રાજયના અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ર્ડા.એ.પી.સીંઘના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર વન વર્તુળ દ્રારા બીજ પ્રદર્શન કાર્યશાળાનું આયોજન અરવલ્લી વન વિભાગ મોડાસા ખાતે ર્ડા.આંબેડકર હોલ ખાતે કરવામાં આવેલ આ બ
*અરવલ્લીઃ વન વિભાગ મોડાસા ખાતે, ગાંધીનગર વન વર્તુળ દ્રારા બીજ પ્રદર્શન કાર્યશાળાનું આયોજન કરાયું*


મોડાસા,

3 જૂન (હિ.સ.) ગુજરાત રાજયના અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ર્ડા.એ.પી.સીંઘના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર વન વર્તુળ દ્રારા બીજ પ્રદર્શન કાર્યશાળાનું આયોજન અરવલ્લી વન વિભાગ મોડાસા ખાતે ર્ડા.આંબેડકર હોલ ખાતે કરવામાં આવેલ આ બીજ પ્રદર્શન કાર્યશાળા ર્ડા.રાજ સંદીપ,મુખ્ય વન સંરક્ષક,વન વર્તુળ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અરવલ્લી વન વિભાગ, સાબરકાંઠા વન વિભાગ,અને ગાંધીનગર વન વિભાગની કુલ ૧૯૨ જાતોના વૃ્ક્ષોના બીજનું પ્રદર્શન કરવામાં આવેલ તથા આ કાર્યશાળામાં નિષ્ણાતો દ્રારા સ્થાનિક લુપ્ત થતી જાતોના બીજના સંરક્ષણ અને સંવર્ધન અંગે ગાંધીનગર વન વર્તુળના મદદનીશ વન સંરક્ષક, પરીક્ષેત્ર વન અધિકારી,વનપાલ તથા વન રક્ષક મળીને કુલ ૩૫૦ જેટલા વન કર્મચારીઓને માર્ગદર્શન તથા મહત્વ સમજાવવામાં આવેલ તથા ર્ડા.એ.પી.સીંઘ ધ્વારા બીજ પસંદગી અને રોપા વાવેતર અંગે પાયાનું અને અત્યંત મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું .

કાર્યક્રમના અંતે મહાનુભવો ધ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande