મોડાસા,
3 જૂન (હિ.સ.) અરવલ્લી જિલ્લાના મોડાસા કલેક્ટર સભાખંડ ખાતે નિવાસી અધિક કલેકટર ડી.વી.મકવાણાના અધ્યક્ષસ્થાને DMCAE( ડિસ્ટ્રિક્ટ મોનીટરીંગ કમિટી ઓન એક્સેસિબલ ઇલેક્શન)ની બેઠક મળી. આજની બેઠકમાં જિલ્લાની દિવ્યાંગ લોકો માટે કાર્યરત સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિ, DMCAEના સભ્યો સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
બેઠકમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો જિલ્લા/ તાલુકા/ બુથ લેવલ સુધી બહોળો પ્રચાર -પ્રસાર કરવો. જિલ્લા/તાલુકા કક્ષાએ દિવ્યાંગજનો માટે કાર્યરત સંસ્થાઓની વિગત મેળવવી. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન જે લાયક દિવ્યાંગ વ્યક્તિઓનો મતદાર યાદીમાં સમાવેશ થયેલ ન હોય તેમનો મતદાર યાદીમાં સમાવેશ થાય તે સુનિશ્ચિત કરવું. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન દિવ્યાંગ વ્યક્તિઓની મતદાર તરીકે નોંધણી કરવા અને તેમની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા વધે તે માટે તેમને જાગૃત કરવા/શિક્ષિત કરવા માટે દિવ્યાંગજનો માટે કાર્યરત સંસ્થાઓ ખાતે ખાસ કેમ્પનું આયોજન કરવું.આ કાર્યક્રમ દરમ્યાન દિવ્યાંગ વ્યક્તિઓની કાર્યક્ષમ અને અસરકારક સહભાગિતા માટે અવરોધ મુક્ત વાતવરણ ઉભુ થાય તે સુનિશ્ચિત કરવું.PwDs App અંગે પ્રચાર કરી મહત્તમ સંખ્યામાં ડાઉનલોડ થાય તે મુજબની કાર્યવાહી કરવી અને તેની વિગતો (સંખ્યા) મેળવવી જેવા વિવિધ એજન્ડા પર ચર્ચા કરવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૫ દરમિયાન કુલ ૭૦ નવા દિવ્યાંગ મતદારો દાખલ થયેલ હતા. હાલ, ભિલોડા વિધાનસભા વિસ્તારમાં ૨૧૪૯, મોડાસા વિધાનસભા વિસ્તારમાં ૧૯૩૦ અને બાયડ વિધાનસભા વિસ્તારમાં ૧૪૪૭ એમ કુલ મળીને અરવલ્લી જિલ્લામાં કુલ ૫૫૨૬ દિવ્યાંગ મતદારો છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ