જૂનાગઢ, 3 જૂન (હિ.સ.) જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે કાર્યરત મીડિયા મોનિટરિંગ એન્ડ સર્ટિફિકેશન કમીટી હેઠળના મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત ભારતીય ચૂંટણી પંચના સચીવ સંજીવકુમાર પ્રસાદે લીધી હતી.
આ મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ એમસીએમસી-મીડિયા સેન્ટર ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા પર આવતા પેઈડ ન્યુઝ - જાહેરાત પર દેખરેખ રાખવા સહિતની બાબતે માહિતગાર કર્યા હતા. આ તકે સચીવશ્રી એ એમસીએમસી સેન્ટરની જરુરી વ્યવસ્થાઓનું નિરિક્ષણ કર્યુ હતુ. તેમજ ભારતીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે કામગીરી કરવા અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.
સચીવ સંજીવકુમાર પ્રસાદની આ મુલાકાત દરમિયાન પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.જે.જાડેજા,જૂનાગઢ એમસીએમસીના સભ્યસચીવ એસ.જે.બળેવીયા, સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે, ૮૭ – વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અન્વયે મીડિયા મોનિટરિંગ એન્ડ સર્ટિફિકેશન કમિટિ હેઠળ આ મીડિયા મોનિટરિંગ માટે સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. એમસીએમસી સેન્ટર પર રાઉન્ડ ધી ક્લોક સ્ટાફ દ્વારા ચૂંટણીને અનુલક્ષીને ટીવી ચેનલોના માધ્યમથી પ્રસારિત થતા પેઈડ ન્યુઝ - જાહેરખબર ઉપર નજર રાખવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ