બાલોચ ગામે યુવાનને, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા પોલીસ ફરિયાદ.
યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા પોલીસ ફરિયાદ.
બાલોચ ગામે યુવાનને, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા પોલીસ ફરિયાદ.


પોરબંદર, 3 જૂન (હિ.સ.) કુતિયાણા તાલુકાના બાલોચ ગામે સામાન્ય બાબતે યુવાન ને ગાળો આપી,જાનથી મારી નાખવા ધમકી આપી,જ્ઞાતિ પ્રત્તે અપમાનિત કરતા યહવાને કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

પોરબંદર શહેરના છાયા વિસ્તારમાં રહેતા મયુર ઘેલાભાઈ શીંગરખિયા નામનો યુવાન, બાલોચ ગામે રહેતા તેમના બહેનના ઘરે પાસે ઉભો હતો તે દરમિયાન અરજન ઉર્ફે બીડી પરબતભાઇ કરમટા નામનો શખ્સ કાર લઈ આવી મયુર સામે લોખંડનો પાઇપ ઉગામી ગાળો આપી,જાન થી મારી નાખવાની ધમકી આપી,જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા મયુરભાઈ એ અરજન કરમટા વિરુદ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande