‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે, અમરોલી ખાતે વિશેષ વોકેથોન યોજાઈ
સુરત, 3 જૂન (હિ.સ.)- ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના નેજા હેઠળ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના સહયોગથી અમરોલી ખાતે પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવવાના હેતુ સાથે વ
Surat


સુરત, 3 જૂન (હિ.સ.)- ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના નેજા હેઠળ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના સહયોગથી અમરોલી ખાતે પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવવાના હેતુ સાથે વિશેષ વોકેથોન યોજાઈ હતી. અમરોલી સ્થિત આર.વી.પટેલ અને વી.એલ.શાહ કોમર્સ કોલેજ સહિત NCC અને NSSના આશરે 250 વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકમુક્ત પર્યાવરણની થીમ પર વિવિધ પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા.

આ પ્રસંગે જિ.રમત વિકાસ અધિકારી કનુભાઈ રાઠોડ, જિ. રમત ગમત અધિકારી વિરલ પટેલ, જિ.યુવા વિકાસ અધિકારી રાધિકા લાઠિયા, આર.વી.પટેલ કોલેજના આચાર્ય મુકેશ ગોયાણી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વોકેથોનમાં જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande