પોરબંદર, 3 જૂન (હિ.સ.) ભાવપરા ગામે રહેણાંક મકાન પાસેથી પોલીસે વિદેશી દારૂની 6 નંગ બોટલ સાથે 2 શખ્સોએ ઝડપી પડ્યા હતા.
પોરબંદરના બરડા પંથકના ભાવપરા ગામે વિદેશી દારૂ હોવાની બાતમી બગવદર પોલીસને મળતા બગબદર પોલીસે, ભાવપરા ગામે રેડ કરતા વાછરાડાડાના મંદિર નજીક થી ભરત પૂંજાભાઈ ખરા અને નિર્મળ ઉર્ફે સવદાસ કારાભાઈ ગોઢાણીયા નામના શખ્સો પાસેથી વિદેશી દારૂની અલગ- અલગ કંપનીની કી.8000 રૂપિયાની કુલ 6 નંગ બોટલ મળી આવતા પોલીસે બને શખ્સોની અટકાયત કરી હતી.પોલીસે દારૂનો આ જથ્થો ક્યાંથી લાવ્યા હોવાની પૂછ પરછ કરતા, રાણાવાવ ખાતે રહેતા હિતેશ કેશુભાઈ કારાવદરા નામના શખ્સ પાસે થી દારૂનો જથ્થો લાવ્યા હોવાની કબૂલાત આપતા બગબદર પોલીસે 3 શખ્સો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya