વલસાડ જિલ્લા પોલીસે, એક માસમાં 30 નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા
વલસાડ, 3 જૂન (હિ.સ.)-વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે અનુસંધાને રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય (IPS)ની સૂચના તથા સુરત રેંજના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS)ના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા
વલસાડ જિલ્લા પોલીસે, એક માસમાં 30 નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા


વલસાડ, 3 જૂન (હિ.સ.)-વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે અનુસંધાને રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય (IPS)ની સૂચના તથા સુરત રેંજના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS)ના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલા (IPS)ના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક વલસાડ તથા વાપીના નેતૃત્વ હેઠળ વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મર્ડર, લુંટ, ધાડ, બળાત્કાર અને અપહરણ જેવા ગંભીર ગુનાના લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા વ્યુહરચના ગોઠવવામાં આવી હતી.

એલ.સી.બી, પેરોલ ફર્લો સ્કવોડ, એસ.ઓ.જી તથા જિલ્લાના પોલીસ સ્ટેશનો દ્વારા અંગત બાતમીદારોનો સંપર્ક કરી ટેકનિકલ ટીમની મદદ લઇ તથા હ્યુમન સોર્સ આધારે આરોપીઓની હયાતીની માહીતિ મેળવી ભારત દેશના અલગ અલગ રાજયમાં કેમ્પ રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્થાનિક પહેરવેશ ધારણ કરી ખંતપુર્વક મહેનત કરી તા. 01/05/2025 થી તા. 31/05/2025 સુધી એક માસના ગાળામાં વલસાડ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા વોન્ટેડ કુલ- 30 આરોપીને ઝડપી પાડવામાં જિલ્લા પોલીસે સફળતા મેળવી છે. આ તમામ ગુનેગારો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું અખબારી યાદીમાં જણાવાયુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande