સુરત, 3 જૂન (હિ.સ.)-વિશ્વભરમાં પાંચમી જૂનને 'વિશ્વ પર્યાવરણ દિવસ' તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોથી પર્યાવરણ પખવાડિયાની ઉજવણી પણ કરવામાં આવી છે. આ વર્ષે 'વિશ્વ પર્યાવરણ દિવસ 2025' ની થીમ છે - 'પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવીએ (Beat the Plastic Pollution)'. વિશ્વભરમાં આ થીમ અંતર્ગત પ્લાસ્ટિકના વપરાશથી પર્યાવરણને થતા નુકસાન સામે લોકોને માહિતગાર કરીને હાનિકારક પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની યજમાની 'રિપબ્લિક ઓફ કોરિયા' કરી રહ્યું છે.
રોજિંદા જીવનમાં પ્લાસ્ટિક પ્રદૂષણના સૌથી મોટા વાહકમાંનું એક પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ છે. પ્લાસ્ટિકની થેલીઓએ આપણા રોજિંદા જીવનમાં સ્થાન મેળવી લીધું છે, જે આપણા આરોગ્ય તેમજ પર્યાવરણ માટે જોખમી છે. આ તબક્કે સ્વાભાવિક રીતે એવો સવાલ થાય કે રોજિંદા જીવનના ભાગ સમાન બનેલી પ્લાસ્ટિક બેગ ન વાપરવી હોય તો તેના સ્થાને બીજું શું વાપરી શકાય? તો ચાલો આજે જાણીએ સિંગલ યૂઝ પ્લાસ્ટિક બેગ (પોલી ઇથીલીન અથવા પોલીથીન બેગ્સ)ના એવા વિકલ્પો વિશે જે પર્યાવરણ માટે પણ ફાયદારૂપ છે અને પ્લાસ્ટિક બેગ જેટલા જ ઉપયોગી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે