આગામી એક અઠવાડિયામાં, દેશભરમાં ભારે વરસાદની આગાહી
નવી દિલ્હી, ૩૦ જૂન (હિ.સ.) દેશભરમાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે. દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા ભાગોમાં રવિવાર રાત્રે શરૂ થયેલો વરસાદ સોમવારે પણ વચ્ચે-વચ્ચે ચાલુ રહ્યો. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ, આગામી છ-સાત દિવસ સુધી દેશના
વરસાદ


નવી દિલ્હી, ૩૦ જૂન (હિ.સ.) દેશભરમાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે.

દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા ભાગોમાં રવિવાર રાત્રે શરૂ થયેલો વરસાદ સોમવારે પણ

વચ્ચે-વચ્ચે ચાલુ રહ્યો. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ, આગામી છ-સાત

દિવસ સુધી દેશના વિવિધ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

આઇએમડીના જણાવ્યા અનુસાર,”ઝારખંડ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વીજળી અને તેજ પવન સાથે

ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના ભાગોમાં સતત

વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.જ્યારે દક્ષિણ

ભારતના કેટલાક વિસ્તારોમાં ગરમ ​​અને ભેજવાળું હવામાન ચાલુ રહી શકે છે અને ભારે

વરસાદ પડી શકે છે.”

રવિવારે સવારે 8:૩૦ થી સોમવારે સવારે 8:૩૦ વાગ્યા સુધી

દિલ્હીમાં સરેરાશ 14 મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે હવામાન ખુશનુમા બન્યું

અને તાપમાનમાં ઘટાડો નોંધાયો. આગામી થોડા દિવસો સુધી દિલ્હી-એનસીઆરમાં વાવાઝોડા

અને 3૦ થી 4૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.

આઈએમડીના અનુસાર, “6 જુલાઈ સુધી ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મધ્યપ્રદેશ અને

છત્તીસગઢમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. ૩૦ જૂન અને 1 જુલાઈના રોજ,

ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, ગુજરાત અને

ઉત્તરપૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ રહેશે. દક્ષિણ ભારતના કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને

તેલંગાણામાં પણ, ઘણી જગ્યાએ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે સંબંધિત

રાજ્યોના વહીવટીતંત્રને, સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande