વીપી રામલિંગમ, પોંડેચેરી ભાજપના બિનહરીફ પ્રમુખ બન્યા
નવી દિલ્હી, 30 જૂન (હિ.સ.) ભૂતપૂર્વ ધારાસભ્ય વીપી રામલિંગમ પોંડેચેરી રાજ્ય એકમના બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા. રામલિંગમે રવિવારે આ પદ માટે પોતાનું નામાંકન દાખલ કર્યું. આ પદ માટે તેઓ એકમાત્ર ઉમેદવાર હતા. સોમવારે પ્રમુખ તરીકે
વગરાજગ


નવી દિલ્હી, 30 જૂન (હિ.સ.) ભૂતપૂર્વ ધારાસભ્ય વીપી રામલિંગમ પોંડેચેરી

રાજ્ય એકમના બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા. રામલિંગમે રવિવારે આ પદ માટે પોતાનું

નામાંકન દાખલ કર્યું. આ પદ માટે તેઓ એકમાત્ર ઉમેદવાર હતા. સોમવારે પ્રમુખ તરીકે

ચૂંટાયા બાદ ભાજપના મહાસચિવ તરુણ ચુગે, વીપી રામલિંગમને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે,” તેમનું મજબૂત નેતૃત્વ, પાયાના સ્તરે ઊંડી સંડોવણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના

દૂરંદેશી માર્ગદર્શન હેઠળ સંગઠન પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા નિઃશંકપણે પુડુચેરીમાં

પાર્ટીના વિકાસ અને મજબૂતીકરણમાં એક નવો સીમાચિહ્નરૂપ સાબિત થશે.”

રામલિંગમ પહેલા, એસ. સેલ્વાગણપતિ ભાજપના, પોંડેચેરી એકમના પ્રમુખ હતા. 63 વર્ષીય

રામલિંગમે કોંગ્રેસથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. તેઓ 2021 માં ભાજપમાં

જોડાયા હતા. પોંડેચેરી વિધાનસભામાં નામાંકિત થયેલા ત્રણ ભાજપ નેતાઓમાં રામલિંગમનો

સમાવેશ થાય છે. તેમની સાથે કે. વેંકટેશન અને આર.બી. અશોક બાબુ પણ, ધારાસભ્યો તરીકે

નિયુક્ત થયા હતા. ભાજપના કેન્દ્રીય નેતૃત્વના નિર્દેશ પર ત્રણેય નામાંકિત

ધારાસભ્યોએ 27 જૂને પોતાના પદ

પરથી રાજીનામું આપ્યું હતું.

વ્યવસાયે ઉદ્યોગપતિ અને રિયલ એસ્ટેટ ડીલર રામલિંગમ પાસે,

ટેકનિકલ ક્ષેત્રમાં ડિપ્લોમા છે. તેમના મોટા ભાઈ વી.પી. શિવકોલુંધુ કોંગ્રેસના

વરિષ્ઠ નેતા છે અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વી. નારાયણસામીના નેતૃત્વ હેઠળની,

કોંગ્રેસ સરકારમાં વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂક્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande