સુરતમાં 99.50 લાખ અને 21.94 લાખની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓ ઝડપાયા
તાપી, 4 જૂન (હિ.સ.)-શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપી રોકાણકારોને લૂંટનાર સાયબર ગુનેગારો સામે સુરત શહેરની સાયબર ક્રાઇમ શાખાએ મોટું સફળ ઓપરેશન ચલાવ્યું છે. આ કાર્યવાહી અંતર્ગત 99.50 લાખ અને 21.94 લાખની છેતરપિંડીમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને વાપી અને અમદાવ
Arrest


તાપી, 4 જૂન (હિ.સ.)-શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપી રોકાણકારોને લૂંટનાર સાયબર ગુનેગારો સામે સુરત શહેરની સાયબર ક્રાઇમ શાખાએ મોટું સફળ ઓપરેશન ચલાવ્યું છે. આ કાર્યવાહી અંતર્ગત 99.50 લાખ અને 21.94 લાખની છેતરપિંડીમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને વાપી અને અમદાવાદમાંથી દબોચવામાં આવ્યા છે.

ભાઠા વિસ્તારમાં રહેતા 64 વર્ષીય ખેડૂતને વિદેશી યુવતીએ નીતા શર્મા તરીકે ઓળખાવી ફોન કરીને શેરબજારમાં રોજના 10% નફાની લાલચ આપી હતી. બાદમાં તેમને J.P. Morgan Stock નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કરી રોકાણ કરાવ્યું હતું. બે મહિનામાં ખેડૂતએ 99.70 લાખનું રોકાણ કર્યું હતું, પરંતુ પૈસા પરત મળ્યા નહિ. આખરે, માત્ર 20,000 જ પાછા મળી શક્યા. તપાસમાં ખુલ્યું કે આરોપી નાનજી ઉર્ફે પ્રવીણ પરષોત્તમ બારૈયા ચાઈનીઝ ગેંગ માટે ભાડે એકાઉન્ટ આપતો હતો.

બીજા કેસમાં, શહેરના સિટીલાઈટ વિસ્તારમાં રહેતા પ્રકાશ પોખર નામના મેડિકલ સ્ટોર માલિકને OakTree Capital ગ્રુપ મારફત 21.94 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં રાજસ્થાનના નાગોર જિલ્લાના ચંદનસિંહ શિવસિંહ અને ગજેન્દ્રસિંહ રૂઘનાથસિંહને અમદાવાદથી પકડી લેવામાં આવ્યા છે.

સુરત સાયબર ક્રાઇમ શાખાએ તમામ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોએ અન્યોના પ્રેમભર્યા ફોન કે રોકાણના મિઠા વાયદાઓ સામે સતર્ક રહેવાની સલાહ અપાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande