BHMSની નકલી ડિગ્રીના જાલમાં પાંચ વર્ષથી ફરાર આરોપી વિજય બોરોલે સુરતમાંથી ઝડપાયો
સુરત, 4 જૂન (હિ.સ.)-રાજ્યભરમાં BHMS જેવી તબીબી ડિગ્રીની નકલી સર્ટિફિકેટ આપીને લોકોને ખોટી રીતે ડૉક્ટર બનાવનાર ગઠિયા વિજય બોરોલેને સુરત SOG દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. પાંચ વર્ષથી ફરાર રહેતાં આ આરોપી વિજય બોરોલેના હાથમાં 58 લોકોને નકલી ડિગ્રી આપવાની
Surat


સુરત, 4 જૂન (હિ.સ.)-રાજ્યભરમાં BHMS જેવી તબીબી ડિગ્રીની નકલી સર્ટિફિકેટ આપીને લોકોને ખોટી રીતે ડૉક્ટર બનાવનાર ગઠિયા વિજય બોરોલેને સુરત SOG દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. પાંચ વર્ષથી ફરાર રહેતાં આ આરોપી વિજય બોરોલેના હાથમાં 58 લોકોને નકલી ડિગ્રી આપવાની રીતે તેમને મુન્નાભાઈ ડૉક્ટર બનાવી દીધા હતા.

વિજય નામદેવ બોરોલે ડિંડોલી વિસ્તારમાં કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતો હતો અને 2020થી CID ક્રાઈમ, ગાંધીનગર ઝોન માટે વોન્ટેડ હતો. આરોપીએ લોકો પાસેથી ડૉક્ટર બનવાની લાલચ આપી રૂ. 4.5 લાખથી 9 લાખ સુધી વસૂલીને તેમને બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી (બિહાર)ના નામે નકલી BHMS ડિગ્રી આપી હતી.

આ નકલી ડિગ્રી સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલની હોમિયોપેથી કાઉન્સિલમાં પણ રજિસ્ટ્રેશન કરાવી દેવામાં આવતું હતું, જેથી આ ડોક્ટરોને નકલી હોવાની શંકા પણ ન જણાતી.

જ્યારે યુનિવર્સિટીએ આ ડિગ્રી અંગે કોઈ પ્રમાણિકતા ન હોવાની પુષ્ટિ આપી, ત્યારબાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું. આરોપી વિજય બોરોલે હાઈકોર્ટ સુધી પહોંચી ગયો હતો, પરંતુ આખરે SOG દ્વારા ધરપકડ કરી તેને CID ક્રાઈમ, ગાંધીનગરના હવાલે કરવામાં આવ્યો છે.

વિજય બોરોલેએ પોલીસે પૂછપરછમાં નકલી ડિગ્રી બનાવવાની અને પૈસા વસૂલવાની કબૂલાત પણ કરી લીધી છે. હવે સમગ્ર જાળમાં બીજા કેટલા શખ્સો સંડોાયેલા છે, તે અંગે તપાસ ચાલી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande