ગોધરા એસ.ટી. વિભાગીય કચેરીના વિભાગીય યાંત્રાલાય ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
ગોધરા એસ.ટી. વિભાગીય કચેરીના વિભાગીય યાંત્રાલાય ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
ગોધરા એસ.ટી. વિભાગીય કચેરીના વિભાગીય યાંત્રાલાય ખાતે મેડિકલ કેમ્પ યોજાયો-૩


ગોધરા એસ.ટી. વિભાગીય કચેરીના વિભાગીય યાંત્રાલાય ખાતે મેડિકલ કેમ્પ યોજાયો-૨


ગોધરા એસ.ટી. વિભાગીય કચેરીના વિભાગીય યાંત્રાલાય ખાતે મેડિકલ કેમ્પ યોજાયો-૧


ગોધરા, ૯જુન (હિ. સ.) ગોધરા એસ.ટી. વિભાગીય કચેરીના વિભા.યાંત્રાલાય ખાતે મેડિકલ કેમ્પ યોજાયો.

અંદાજે ૧૫૦ થી વધુ અધિકારી- કર્મચારીઓના બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ગોધરા વિભાગ ગોધરા તેમજ નશાબંધી અને આબકારી નિરીક્ષક પંચમહાલ ગોધરાના સંયુક્ત ઉપક્રમે વિના મૂલ્યે મેડિકલ કેમ્પ વિભાગીય નિયામકની કચેરી, વિભા.યાંત્રાલય, ગોધરા ખાતે યોજાયો હતો. જેમાં અધિકારી ગણ સહિત લેબર શાખાના સ્ટાફગણ, વિભાગીય કચેરીનો સ્ટાફ, વિભાગીય વર્કશોપના મેકેનિક સ્ટાફ, ગોધરા ડેપોના સ્ટાફ સાથે મળી અંદાજીત ૧૫૦ જેટલા કર્મચારી અધિકારીઓના બ્લડ પ્રેશર (રક્તચાપ) ડાયાબીટીસ(મધુમેહ)ની અને એમ.ડી (મેડિસિન) ડૉ. હર્ષિલ શાહ દ્વારા તપાસ કરવામાં આવી હતી.તેમની સાથે ખાડી ફળિયાના મેડીકલ ઓફીસર અને તેઓની ટીમ દ્વારા પણ મેડિકલ તપાસની કામગીરીમાં સહયોગ કરવામાં આવ્યો હતો. આ મેડિકલ કેમ્પમાં તેમજ STના HMO શર્મા, વિભાગીય નિયામક ડામોર, સીનીયર લેબર ઓફીસર જી.એમ.ચોપડા, લેબર શાખાના સ્ટાફગણ સાથે વિભાગીય કચેરીનો સ્ટાફ, વિભાગીય વર્કશોપના મેકેનિક સ્ટાફ, ગોધરા ડેપોના સ્ટાફ સાથે મળી અંદાજીત ૧૫૦ જેટલા કર્મચારીઓએ ઉત્સાહપુર્વક હાજર રહી મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ


 rajesh pande