ગીર સોમનાથ 11 જૂન (હિ.સ.) જુનાગઢ રેન્જ મ્હે,પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક વેરાવળ વિભાગ વી.આર.ખેંગાર નાઓના આદેશ તથા વેરાવળ સીટી પોલીસ સ્ટેશન થાણા અધિકારીશ્રી એચ.આર.ગોસ્વામી સાહેબની સુચના મુજબ હાલના સમયમાં જાહેર જનતાની મોટર સાઇકલ તથા પોકેટ ગુમ થવાના કે, ચોરાઇ જવાના બનાવો બનતા હોય જે અનુસંધાને જરૂરી કાર્યવાહી કરી શોધી કાઢવાના સંનિષ્ઠ પ્રયાસો અનવ્યે,
(૧) અરજદાર મહેન્દ્રભાઇ મોહનભાઇ ચોમલ-ખારવા ઉ.વ.૩૪ રહે.વેરાવળ વાળાની સીલ્વર કલરની સુઝૂકી કંપનીની એક્સીસ મોટર સાયકલ જેના રજી.નંબર GJ-32-F-6238 કી.રૂા.૩૦,૦૦૦/- વાળી પોતાના રહેણાંક મકાનની સામે શેરીમાં પાર્ક કરેલ હોય જે એકસીસ ગુમ થયેલની રજુઆત મળેલ હોય તથા (૨) અરજદારશ્રી જીવનભાઇ કાળાભાઇ ધારેચા—કોળી ઉ.વ.૬૩ રહે.વેરાવળ વાળાનુ કાળા કલરનુ મોટો પર્સ (પોકેટ) જેમાં રૂા.૫૭,૩૨૦/- જેટલા હોય જે વેરાવળ સરકારી હોસ્પીટલની આજુ-બાજુમાં ગુમ થયેલ હોવાની રજુઆત અનવ્યે,
વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના ટાવર પોલીસ ચોકીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.બી.ગોહીલ સાહેબના સુચના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. આર.ડી.આમહેડા તથા પોલીસ હેડ કોન્સ. સી.વી.ચુડાસમાં તથા પોલીસ કોન્સ. મયુરભાઇ મેરામણભાઇ તથા પ્રવિણભાઇ લખમણભાઇ તથા નીતીનભાઇ વાસાભાઇ તથા મહેશભાઇ અરજનભાઇ તથા જયેશભાઇ ખીમજીભાઇ તથા કંચનબેન અરજણભાઇ નાઓએ અલગ અલગ જગ્યાના સી.સી.ટી.વી કેમેરા તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી સદર મોટર સાયકલ તથા રોકડ રકમ ભરેલ પર્સ (પોકેટ) શોઘી કાઢી મુળ માલીકોને જે તે સ્થિતીમાં પરત આપી ખરેખરે “પોલીસ પ્રજાનો મિત્ર” હોવાનું સાર્થક કરેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ