મંડેર ગામે યુવાન પર લાકડાના ધોકા વડે હુમલો
પોરબંદર, 9 જૂન (હિ.સ.) : પોરબંદરના મંડેર ગામે દારૂ વહેચવાનો ધંધો કરતા એક શખ્સે યુવાન પર લાકડાના ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોરબંદર તાલુકાના મંડેર ગામે રહેતા
મંડેર ગામે યુવાન પર લાકડાના ધોકા વડે હુમલો


પોરબંદર, 9 જૂન (હિ.સ.) :

પોરબંદરના મંડેર ગામે દારૂ વહેચવાનો ધંધો કરતા એક શખ્સે યુવાન પર લાકડાના ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

પોરબંદર તાલુકાના મંડેર ગામે રહેતા દિનેશભાઇ મંગાભાઇ પરમાર નામના યુવાને સંદિપ લીલા મોકરીયા સામે દારૂનો ધંધો કરતો હોય તે અંગેની અરજી કરી હોય તેના મનદુ:ખને લઇ સંદિપ લીલા મોકરીયા હું કોઇથી બિતો નથી તારાથી થાય તેમ કરી લેજો લાકડાના ધોકા વડે હુમલો કરી મૂંઢ ઇજા પહોચાડી દિનેશભાઇ લ પરમારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે માધવપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande