વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે, ૧૬ હરીફ ઉમેદવાર થતાં વધારાના બેલેટ યુનિટ ફાળવવામાં આવશે
જુનાગઢ 9 જૂન (હિ.સ.) જૂનાગઢ ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે બેલેટ યુનિટનું એફ.એલ.સી. કરાયુંય એક બેલેટ યુનિટમાં મહત્તમ ૧૫ હરીફ ઉમેદવારનો સમાવેશ થઈ શકે છે. જૂનાગઢ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં માટે ૧૬
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે, ૧૬ હરીફ ઉમેદવાર થતાં વધારાના બેલેટ યુનિટ ફાળવવામાં આવશે


જુનાગઢ 9 જૂન (હિ.સ.) જૂનાગઢ ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે બેલેટ યુનિટનું એફ.એલ.સી. કરાયુંય

એક બેલેટ યુનિટમાં મહત્તમ ૧૫ હરીફ ઉમેદવારનો સમાવેશ થઈ શકે છે.

જૂનાગઢ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં માટે ૧૬ હરીફ ઉમેદવારો આખરી થતાં, એક વધારાનું બેલેટ યુનિટ ફાળવવામાં આવશે. ત્યારે આ પૂર્વે ભારત ઇલેક્ટ્રોનિક્સના એન્જિનિયરઓ દ્વારા બેલેટ યુનિટનું ફર્સ્ટ લેવલ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ ખાતેના ઇવીએમ વેરહાઉસ ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે એન્જિનિયરએ બેલેટે યુનિટની તકનીકી સહિતની બાબતોની ચકાસણી કરી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના દિશાનિર્દેશો મુજબ આ ફર્સ્ટ લેવલ ચેકિંગ વખતે એફએલસી સુપરવાઇઝર શ્રી કિશન ગરચર, ઈવીએમના નોડલ ઓફિસર શ્રી ચરણસિંહ ગોહિલ સહિતના સબંધિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આમ, બેલેટ યુનિટના ફસ્ટ લેવલ ચેકિંગ બાદ ૪૨૧માંથી ૩૮૨ બેલેટ યુનિટ સપ્લીમેન્ટરી રંડેમાઈઝેશન બાદ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ફાળવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, એક બેલેટ યુનિટમાં ૧૫ ઉમેદવારોનો સમાવેશ થઈ શકે છે, જ્યારે ૧૫ કરતાં વધુ ઉમેદવારો લોકસભા કે વિધાનસભાની ચૂંટણી માટે નોંધાય ત્યારે એક વધારે બેલેટ યુનિટ ઉમેરવું પડે છે. આમ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ૧૬ જેટલા ઉમેદવારો નોંધાતા એક વધારાનું બેલેટ યુનિટ ઉમેરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande