રીક્ષા GJ-16-AX-0057 માં દઢાલના અબ્દુલ કાદીર ઉર્ફે કાદર ઈબ્રાહીમશા દિવાનને પહોંચાડવાનો હતો
251 બોટલ દારૂ, રીક્ષા 1 લાખ અને એક મોબાઈલ 10 હજાર મળી કુલ 2.29 લાખનો મુદ્દામાલ
એકને ઝડપી અન્ય પાંચને વોન્ટેડ જાહેર કરી પોલીસે પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા
ભરૂચ 9 જૂન (હિ.સ.)
અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજપીપળા રોડ ઉપર જીતાલી ફાટક પાસે રીક્ષામાં વિદેશી દારૂ ભરીને જતા એક ઇસમને ઝડપી તેની પાસેથી 2.29 લાખનો મુદ્દામાલ પકડી ભરૂચ એલસીબી પોલીસે પ્રોહીબીશનનો કેસ નોંધાવી કાયદેસર કાર્યવાહી કરી પાંચને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પીઆઈ એમ.પી.વાળા એલસીબી ભરૂચ દ્વારા તેના પીએસઆઈ આર.કે.ટોરાણીની ટીમ અંક્લેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે અરસામાં
બાતમી મળેલ કે જીતાલી ગામે ડ્રીમસીટીમાં રહેતી સવિતા મેઘનીરાય યાદવ પરપ્રાંતિય ઈગ્લીંશ દારૂનો જથ્થો લાવી રીક્ષા નંબર GJ-16-AX-0057 માં ભરી દઢાલ ગામે રહેતા અબ્દુલ કાદીર ઉર્ફે કાદર ઈબ્રાહીમશા દિવાનને પહોંચાડવા માટે જવાના છે જે મળેલ બાતમી આધારે જીતાલી ફાટક પાસે વોચ ગોઠવી બાતમી વાળી રીક્ષા આવતા રીક્ષા પકડી રીક્ષામાં તપાસ કરતા વિદેશી દારૂની નાની-મોટી કંપનીની શીલબંધ બોટલ 251 કિંમત 1.18 લાખ , રીક્ષા નંબર GJ-16-AX-0057 કિંમત 1 લાખ અને એક મોબાઇલ 10 હજાર કુલ 2.29 લાખનો મુદ્દામાલ સાથે એક કિશોરને ઝડપી માલ લેનાર, મંગાવનાર અન્ય પાંચ આરોપીને વૉન્ટેડ જાહેર કરી પ્રોહીબીશન તથા બી.એન.એસ. એકટની સંલગ્ન કલમો મુજબ અંક્લેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયો હતો.
વોન્ટેડ આરોપીઓ-(1) સવિતા મેદનીરાય યાદવ રહે, મ.નં. 20, ડ્રીમ સીટીમાં આવેલ શીવાંજલી સોસાયટી જીતાલી(2) રોશનસીંગ મો.નં. 7209524618 રહે, મુંબઇ (મહારાષ્ટ્ર)(3) અબ્દુલ કાદીર ઉર્ફે કાદર ઈબ્રાહીમશાહ દિવાન રહે, નવી નગરી દઢાલ
(4) સુશીલા અબ્દુલ કાદીર ઉર્ફે કાદર ઈબ્રાહીમશાહ દિવાન રહે, નવી નગરી દઢાલ (5) દિલીપ પરમારને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે .
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ