- રાધિકા યાદવ,
રાજ્ય સ્તરની ટેનિસ ખેલાડી હતી
ગુરુગ્રામ, નવી દિલ્હી,10 જુલાઈ (હિ.સ.)
ગુસ્સે ભરાયેલા પિતાએ ગુરુવારે તેની રાજ્ય સ્તરની ટેનિસ ખેલાડી પુત્રીની, ગોળી
મારીને હત્યા કરી દીધી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. રાધિકા રીલ બનાવવાનો
શોખીન હતી. તેના પિતાને તે ગમતું ન હતું.
મળતી માહિતી મુજબ, 25 વર્ષીય રાધિકા યાદવ તેના પરિવાર સાથે સેક્ટર-57ના સુશાંત લોકમાં
રહેતી હતી. રાધિકાને ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાનો શોખ હતો. તેના પિતાને રીલ
બનાવવાની તેની આદત પસંદ નહોતી. આ બાબતે ઘરે પિતા અને પુત્રી વચ્ચે ઘણીવાર ઝઘડો થતો
હતો. ગુરુવારે બપોરે પણ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થતો હતો. આ દરમિયાન, તેના પિતાએ
પોતાની રિવોલ્વરમાંથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કરીને પોતાની પુત્રી રાધિકાની હત્યા કરી
દીધી.
રાધિકાને ત્રણ ગોળીઓ વાગી. ગોળીઓ વાગતાની સાથે જ રાધિકા
વેદનાથી જમીન પર પડી ગઈ. તેના પિતા લોહીથી લથપથ તેમની પુત્રીની બાજુમાં બેઠા હતા.
ગોળીઓનો અવાજ સાંભળીને પડોશના લોકો તેમના ઘરે પહોંચ્યા. લોકો પોતે રાધિકાને
હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેની તપાસ કરી અને તેને મૃત જાહેર કરી.
દરમિયાન, હત્યાની માહિતી
મળતાં પોલીસ પણ પહોંચી ગઈ. પોલીસે હોસ્પિટલમાંથી લાશને પોતાના કબજામાં લીધી અને
પોસ્ટમોર્ટમ ગૃહમાં મોકલી દીધી. પોલીસે તેમના ઘરમાંથી રિવોલ્વર પણ જપ્ત કરી, જેનાથી આરોપીએ
તેની પુત્રી પર ગોળીબાર કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તેની પૂછપરછ
કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / ઈશ્વર / સંજીવ શર્મા / સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ