જૂનાગઢમાં ભવનાથ ખાતે કાશ્મીરી બાપુના આશ્રમમાં ગુરૂવારે ગુરૂપૂર્ણિમા ઉજવાશે.
જુનાગઢ 10 જુલાઈ (હિ.સ.) જૂનાગઢના ભવનાથ ખાતે આવેલ પૌરાણીક આમકુ દાતારેશ્વર મહાદેવ (કાશ્મીરી બાપુ આશ્રમ) ની જગ્યામા ગુરૂપૂર્ણિમાં પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં સવારે બ્રહ્મલીન ગુરૂ મહારાજ કાશમીરી બાપુની સમાધીનું પૂજન કરવામાં આવશે. બાદમાં બપોરના
જૂનાગઢમાં ભવનાથ ખાતે


જુનાગઢ 10 જુલાઈ (હિ.સ.) જૂનાગઢના ભવનાથ ખાતે આવેલ પૌરાણીક આમકુ દાતારેશ્વર મહાદેવ (કાશ્મીરી બાપુ આશ્રમ) ની જગ્યામા ગુરૂપૂર્ણિમાં પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં સવારે બ્રહ્મલીન ગુરૂ મહારાજ કાશમીરી બાપુની સમાધીનું પૂજન કરવામાં આવશે. બાદમાં બપોરના ભાવિકો માટે ભોજન - મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંતવાણી – ભજન સંધ્યાનો કાર્યક્રમ રજૂ થશે.

ભાવિકો, ભક્તજનોને ભજન, ભોજન અને ભક્તિનો લાભ લેવા માટે મહંતશ્રી 1008 નમૅદાપુરી માતાજી ગુરૂ કાશ્મીરી બાપુ દ્રારા તથા સેવકગણ દ્રારા હાર્દિક નિમંત્રણ પાઠવવામા આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande