એક છોડ માં કે નામ- થીમ અંતર્ગત વેરાવળ નગરપાલિકાના નગરસેવક ધારાબેન જોષીએ નિ-શુલ્પણે 1000 બિલીપત્રના રોપા નું વિતરણ કર્યું.
ગીર સોમનાથ, 12 જુલાઈ (હિ.સ.) હાલ ચોમાસુ તેની ચર્મસીમા પર જઈ રહ્યું હોય ત્યારે પ્રકૃતિના ખોળા પર લીલીછમ ચાદર બિછાવાનો પ્રયાસ કરવા વેરાવળ નગરપાલિકાના નગરસેવક ધારાબેન ધર્મેશભાઈ જોશીએ ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસ પર એક છોડ મા કે નામ થીમ થકી વેરાવળ અટલ સ્પો
વેરાવળ  એક છોડ માં કે


ગીર સોમનાથ, 12 જુલાઈ (હિ.સ.) હાલ ચોમાસુ તેની ચર્મસીમા પર જઈ રહ્યું હોય ત્યારે પ્રકૃતિના ખોળા પર લીલીછમ ચાદર બિછાવાનો પ્રયાસ કરવા વેરાવળ નગરપાલિકાના નગરસેવક ધારાબેન ધર્મેશભાઈ જોશીએ ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસ પર એક છોડ મા કે નામ થીમ થકી વેરાવળ અટલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 1000 બિલીપત્રના રોપા નિ-શુલ્ક પણે વિતરણ કરી પર્યાવરણ જાગૃતિ અભિયાન હાથ ધરાયું.

અત્રે ઉલખનીય છે કે, આ અગાઉ પણ ધારાબેને 1100 તુલસીના રોપા તેમજ વેરાવળની આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓને નાનપણથી જ પર્યાવરણની જાગૃતિ થાય તે માટે સ્કૂલમાં પણ વિવિધ ફળફૂલના રોપાનું વિતરણ કર્યું અને અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા રહેતા ધર્મેશભાઈ જોશીની કાર્ય પદ્ધતિથી પ્રેરિત થઈ પ્રોત્સાહિત કરવા અતિથિ વિશેષ તરીકે પધારેલા પ્રખર કથા શાસ્ત્રી ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાના વરદ હસ્તે શરૂઆત કરી ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પરમાર તેમજ ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમે ધારાબેન જોશીના પ્રકૃતિ પ્રેમી તરીકેના આ કાર્યથી પ્રેરિત થઈ બંનેને બિરદાવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande