નવી દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.) દેશના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા
અગ્રણી આદિવાસી લોકોના એક પ્રતિનિધિમંડળે, ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ
દ્રૌપદી મુર્મુને મળ્યા. આ પ્રસંગે ગૃહ અને શહેરી બાબતો અને ઉર્જા મંત્રી મનોહર
લાલ, આદિવાસી બાબતોના
મંત્રી જુઆલ ઓરામ અને આદિવાસી બાબતોના મંત્રાલયના રાજ્યમંત્રી દુર્ગાદાસ ઉઇકે પણ
હાજર રહ્યા હતા.
રાષ્ટ્રપતિ મુર્મુએ આદિવાસી સમુદાયના અનુભવ, જ્ઞાન અને કિંમતી
સાંસ્કૃતિક વારસાની પ્રશંસા કરી અને કહ્યું કે,” તે આપણા રાષ્ટ્રની બહુલતા અને
વિવિધતાનું પ્રતીક છે.” તેમણે કહ્યું કે,” સમાવિષ્ટ વિકાસ ખરા અર્થમાં આદિવાસી
સમાજની સક્રિય ભાગીદારીથી જ શક્ય છે.”
આ ખાસ સંવાદ આદિવાસી બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત
કરવામાં આવ્યો હતો, જે સરકારના
સહભાગી અને વિકેન્દ્રિત શાસન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ પહેલનો ઉદ્દેશ્ય
આદિવાસી સમાજના અવાજને નીતિ-નિર્માણમાં સામેલ કરવાનો અને તેમની જરૂરિયાતોને વધુ
સારી રીતે સમજીને તેમને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવાનો છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે,” આદિવાસી
સમાજની ભાગીદારીથી ભારત સામાજિક અને સાંસ્કૃતિક રીતે વધુ મજબૂત બનશે.”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પ્રભાત મિશ્રા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ