ભાજપ પ્રમુખે, ટી રાજા સિંહનું રાજીનામું સ્વીકાર્યું
નવી દિલ્હી, 11 જુલાઈ (હિ.સ.) ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ, તેલંગાણા વિધાનસભાના ધારાસભ્ય ટી રાજા સિંહનું રાજીનામું સ્વીકાર્યું છે. શુક્રવારે ભાજપના મહાસચિવ અને મુખ્યાલયના પ્રભારી અરુણ સિંહ દ્વારા જારી કરાયેલા પત્ર અનુસાર, ટી રાજા સિંહના
જોૂી


નવી દિલ્હી, 11 જુલાઈ (હિ.સ.) ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ, તેલંગાણા

વિધાનસભાના ધારાસભ્ય ટી રાજા સિંહનું રાજીનામું સ્વીકાર્યું છે. શુક્રવારે ભાજપના

મહાસચિવ અને મુખ્યાલયના પ્રભારી અરુણ સિંહ દ્વારા જારી કરાયેલા પત્ર અનુસાર, ટી રાજા સિંહના

તમામ મુદ્દાઓને અપ્રસ્તુત ગણાવીને તાત્કાલિક અસરથી રાજીનામું સ્વીકારવામાં આવ્યું

છે.

શુક્રવારે અરુણ કુમાર દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં

આવ્યું છે કે,” ટી ​​રાજા સિંહ લોધે ૩૦ જૂને તેલંગાણા રાજ્ય પ્રમુખ જી કિશન

રેડ્ડીને પોતાનું રાજીનામું મોકલ્યું હતું, જે ભાજપ પ્રમુખના ધ્યાન પર લાવવામાં આવ્યું હતું.” જેપી

નડ્ડાએ, ટી રાજા દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને અપ્રસ્તુત અને પક્ષના

કાર્યપદ્ધતિ, વિચારધારા અને

સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande