નવી દિલ્હી, 11 જુલાઈ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટીએ પંજાબના મુખ્ય પ્રધાન
ભગવંત માનની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, પાંચ દેશોની યાત્રા પરની ટિપ્પણીને શરમજનક
ગણાવી છે. શુક્રવારે ભાજપના મહાસચિવ તરુણ ચુગે કહ્યું કે,” વિદેશમાં વડાપ્રધાનને
મળતું સન્માન, દરેક ભારતીય માટે ગર્વની વાત છે. ભલે તે કોઈ પણ દેશ હોય, જ્યારે ભારતના
નેતૃત્વને વૈશ્વિક મંચ પર ઉચ્ચ સ્થાન આપવામાં આવે છે, ત્યારે તે ક્ષણ
સમગ્ર ભારતના ગૌરવનું પ્રતીક બની જાય છે. મુખ્ય પ્રધાન ભાગવત માનનું નિવેદન,
શરમજનક અને દરેક ભારતીયનું અપમાન છે.”
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક નિવેદનમાં, તરુણ ચુગે કહ્યું
કે,” ચૂંટાયેલા મુખ્યમંત્રી દ્વારા સસ્તી ટિપ્પણી કરવી એ માત્ર, વડાપ્રધાન જ નહીં
પરંતુ સમગ્ર દેશ અને પંજાબ જેવા ગૌરવશાળી રાજ્યના, મુખ્ય પ્રધાન પદનું અપમાન છે.”
તેમણે કહ્યું કે,” આવો ઘમંડ અને આવી અભદ્રતા હવે સહન કરવામાં આવશે નહીં. ભગવંત
માનને, દેશની માફી માંગવી જોઈએ અને તાત્કાલિક મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું
જોઈએ.”
ઉલ્લેખનીય છે કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુરુવારે
એક પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસો અંગે કહ્યું હતું કે,” મને
ખબર નથી કે તમે કયા દેશોમાં જઈ રહ્યા છો, તમે એવા દેશમાં નથી રહેતા, જ્યાં 140 કરોડ લોકો રહે
છે. તમે જે દેશમાં જઈ રહ્યા છો ત્યાં 10 હજારની વસ્તી છે અને તમને ત્યાં સૌથી મોટો એવોર્ડ મળ્યો
છે. ભારતમાં 10 હજાર લોકો, જેસીબીજોવા માટે ભેગા
થાય છે.”
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ