ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનનો જન્મદિવસ ભરૂચની બે દિવ્યાંગ બાળકોની સંસ્થામાં ઉજવાયો
ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિએ મનો દિવ્યાંગોના કલ્યાણનું કાર્ય કર્યું કલરવ સ્કૂલ અને ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસ ઉજવાયો મનોદિવ્યાંગ બાળકોને ભોજન,ફૂટ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ભરૂચ 11 જુલાઈ (હિ
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનનો જન્મદિવસ ભરૂચની બે દિવ્યાંગ બાળકોની સંસ્થામાં ઉજવાયો


ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનનો જન્મદિવસ ભરૂચની બે દિવ્યાંગ બાળકોની સંસ્થામાં ઉજવાયો


ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનનો જન્મદિવસ ભરૂચની બે દિવ્યાંગ બાળકોની સંસ્થામાં ઉજવાયો


ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિએ મનો દિવ્યાંગોના કલ્યાણનું કાર્ય કર્યું

કલરવ સ્કૂલ અને ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસ ઉજવાયો

મનોદિવ્યાંગ બાળકોને ભોજન,ફૂટ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું

ભરૂચ 11 જુલાઈ (હિ.સ.)

કાગવડ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન તેમના વિઝન, મિશન અને આયોજનમાં ખૂબ ખ્યાતનામ ધરાવે છે. દરવર્ષે તેમના જન્મદિવસની ઉજવણી કંઈક અલગ રીતે સેવા ભાવથી કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે સમગ્ર ગુજરાતમાં કેટલીએ જગ્યાએ મનોદિવ્યાંગ સંસ્થાના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને એક ઉત્કૃષ્ટ સમાજ સેવાના ભાવનો દાખલો બેસાડ્યો હતો.

ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને મિત્ર મંડળ દ્વારા છેલ્લા 25 વર્ષથી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસે દર વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતુ આવ્યું છે. આ પરંપરા નરેશ પટેલના સમાજ પ્રત્યેના અવિરત સમર્પણનું પ્રતીક છે પરંતુ આ વર્ષે નરેશ પટેલના 60 માં જન્મદિવસની ઉજવણી મનોવિજ્ઞાન અને દિવ્યાંગોના કલ્યાણ માટે કરવામાં આવી રહી છે.60 માં જન્મદિવસ નિમિત્તે ખોડલધામ ટ્રસ્ટ રાજકોટ અને ખોડલધામ સમિતિ ભરૂચ પરિવાર દ્વારા ભરૂચ જિલ્લાના કલરવ સ્કૂલ અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના મનોદિવ્યાંગ બાળકો સાથે સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ પરિવાર દ્વારા કલરવ સ્કૂલ ખાતે મનોદિવ્યાંગ બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી ઉપરાંત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે મનોદિવ્યાંગ બાળકોને ફ્રુટની સાથે શૈક્ષણિક કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ખોડલધામ સમિતિના ઝોન અધ્યક્ષ ભરત પટેલ, ભરૂચ જિલ્લા ટ્રસ્ટીગણ, દક્ષિણ ગુજરાત ઝોન ખોડલધામ મહિલા કન્વીનર, જિલ્લા ખોડલધામ સમિતિ કન્વીનર, સહ કન્વીનર, જીલ્લા મહિલા સમિતિના કન્વીનર, સહ કન્વીનર, કેડીવાયએસ સમિતિના કન્વીનર, સહ કન્વીનર અને જિલ્લાની તમામ તાલુકા શહેરની સમિતિઓના કન્વીનર સહ કન્વીનર હાજર રહ્યા હતા.

નરેશ પટેલ હંમેશા વંચિતો જરૂરિયાત મંદ વર્ગો માટે કાર્ય કર્યું છે તેમણે આ વર્ષે પોતાના જન્મદિવસની ઉજવણી માટે મનો દિવ્યાંગો અને દિવ્યાંગોની સેવા પસંદ કરી છે. આ એવા લોકો છે જેઓને આપણા પ્રેમ,હુફ અને સહકારની સૌથી વધુ જરૂર છે. ભરૂચ જિલ્લા ખોડલધામ પરિવાર દ્વારા મનો દિવ્યાંગ બાળકોની સાથે ઉજવેલો જન્મદિવસ એક યાદગાર પ્રસંગ બની રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande