એસઆઈએ એ, ટેરર ​​ફંડિંગ કેસમાં જમ્મુ અને કાશ્મીરમાં 3 સ્થળોએ દરોડા પાડ્યા
શ્રીનગર, નવી દિલ્હી, 11 જુલાઈ (હિ.સ.) સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એસઆઈએ) એ, ટેરર ​​ફંડિંગ સંબંધિત કેસમાં જમ્મુ, ડોડા અને હંદવાડામાં ત્રણ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ સર્ચ દરમિયાન મહત્વપૂર્ણ પુરાવા મળી આવ્યા છે, જેનાથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ
એસઆઈએ નું સર્ચ ઓપરેશન


શ્રીનગર, નવી દિલ્હી, 11 જુલાઈ (હિ.સ.) સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એસઆઈએ) એ, ટેરર ​​ફંડિંગ સંબંધિત કેસમાં જમ્મુ, ડોડા અને હંદવાડામાં ત્રણ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ સર્ચ દરમિયાન મહત્વપૂર્ણ પુરાવા મળી આવ્યા છે, જેનાથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપતા ગુપ્ત નાણાકીય નેટવર્કનો પર્દાફાશ થયો છે.

એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ સર્ચનો હેતુ ક્રિપ્ટોકરન્સી દ્વારા સરહદ પાર ભંડોળ સંબંધિત જટિલ કાવતરાનો પર્દાફાશ કરવા માટે મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કરવાનો હતો, જે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ ખલેલ પહોંચાડવાની સંભાવના છે. આ સર્ચ ઓપરેશન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમની કલમ 18, 38 અને 39 તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ 120બી, 121 અને 121એ હેઠળ પોલીસ સ્ટેશન સીઆઈ-એસઆઈએ કાશ્મીરમાં નોંધાયેલ એફઆઈઆર નંબર 12/2022 હેઠળ ચાલી રહેલી તપાસનો એક ભાગ છે. સર્ચ ઓપરેશનનો હેતુ એવા વ્યક્તિઓને ઓળખવાનો હતો જે યુવાનોને ભારત વિરુદ્ધ ઉશ્કેરી રહ્યા છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની શકે છે.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, જપ્ત કરાયેલી વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો એસઆઈએ ને આ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ સહ-કાવતરાખોરો અને સહયોગીઓને ઓળખવામાં અને પકડવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે. એસઆઈએ આતંકવાદ અને તેના સમર્થન પદ્ધતિઓને જડમૂળથી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે, જેમાં ક્રિપ્ટોકરન્સી-આધારિત ભંડોળ જેવી પદ્ધતિઓનો સમાવેશ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / રાધા પંડિતા / બલવાન સિંહ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande