ડીંડોલીની યુવતીને વિડીયો કોલમાં નિર્વસ્ત્ર થવાનું ભારે પડ્યું
સુરત, 15 જુલાઈ (હિ.સ.)- શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતી યુવતી પહેલા મહારાષ્ટ્રમાં રહેતી હતી. આ સમયે તેના ઘર પાસે રહેતા યુવકે તેની સાથે મિત્રતા કરી હતી. ત્યારબાદ યુવતી તેના પરિવાર સાથે સુરત રહેવા આવી જતા બંને વચ્ચે અવારનવાર ફોન પર વાતચીત થતી હતી. આ દર
ડીંડોલીની યુવતીને વિડીયો કોલમાં નિર્વસ્ત્ર થવાનું ભારે પડ્યું


સુરત, 15 જુલાઈ (હિ.સ.)- શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતી યુવતી પહેલા મહારાષ્ટ્રમાં રહેતી હતી. આ સમયે તેના ઘર પાસે રહેતા યુવકે તેની સાથે મિત્રતા કરી હતી. ત્યારબાદ યુવતી તેના પરિવાર સાથે સુરત રહેવા આવી જતા બંને વચ્ચે અવારનવાર ફોન પર વાતચીત થતી હતી. આ દરમિયાન યુવકે યુવતીને વાતોમાં ભોળવી વિડીયો કોલમાં નિર્વસ્ત્ર કરાવી હતી અને આ સમયગાળા દરમિયાન યુવતીના નિર્વસ્ત્ર સ્ક્રીનશોટ પાડી લઈ તેને વાત કરવા માટે દબાણ કરતો હતો. જો કે યુવતી તેના તાબે ન થતા યુવકે નિર્વસ્ત્ર સ્ક્રીનશોટ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરી દીધા હતા. જેના કારણે ભોગ બનનાર યુવતીએ આ મામલે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બદલક્ષી નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મહારાષ્ટ્રના મુંબઈ વિલે પાર્લે ડોંગરી ખાતે અંબે માતાના મંદિર પાસે બામણવાડામાં રહેતા સાહિલ વિજય પટેલ સામે સુરતના ડીંડોલી પોલીસ મથકમાં બદનક્ષીનો ગુનો નોંધાયો છે. અગાઉ વિલે પાર્લે વિસ્તારમાં રહેતી યુવતી સાહિલ પટેલના સંપર્કમાં હતી. ત્યારબાદ યુવતી તેના પરિવાર સાથે સુરત રહેવા માટે આવી ગઈ હતી અને બાદમાં અવારનવાર બંને વચ્ચે ફોન પર વાતચીત થતી હતી. આ દરમિયાન સાહિલ પટેલે યુવતીને વાતોમાં ભોળવી વિડીયો કોલમાં નિર્વસ્ત્ર થવા જણાવ્યું હતું. વાતોમાં ભોળવાઈ ગયેલી યુવતીએ પણ વિડીયોકોલમાં નિર્વસ્ત્ર થતા સાહિલ પટેલે સ્ક્રીનશોટ પાડી લીધા હતા. ત્યારબાદ યુવતી અને તેની સાથે વાત કરવા માટે દબાણ કરતો હતો પરંતુ યુવતીએ વાત કરવાની ના પાડતા સાહીલે તમામ નિર્વસ્ત્ર સ્ક્રીનશોટ ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ કરી તેને બદનામ કરી હતી. જેથી ભોગ બનનાર યુવતીએ આખરે આ મામલે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે બદનક્ષીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande