ગીર સોમનાથ, 17 જુલાઈ (હિ.સ.) આજે ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રીશ્રીના હસ્તે જિલ્લા કલેક્ટર
રૂ. ૩ લાખની ઇનામી રાશિ, પ્રશસ્તિપત્ર અને મેડલ સ્વીકાર્યા હતા.
રાજ્યમાં જીવલેણ માર્ગ અકસ્માતો ઘટાડી શકાય તે માટે માર્ગ સલામતી ક્ષેત્રે વર્ષ ૨૦૨૩-૨૪માં કરેલ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા અને પ્રોત્સાહન આપવાના ઉદાત્ત હેતુસર રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા “ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ” એનાયત કરવામાં આવે છે.
શહેર/જિલ્લા માર્ગ સલામતી સમિતિ કેટેગરીમાં માર્ગ સલામતી ક્ષેત્રે વર્ષ ૨૦૨૩-૨૪માં કરેલી કામગીરી ધ્યાને લેતાં “ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ” માટે જિલ્લા માર્ગ સલામતી સમિતિ, ગીર-સોમનાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા માર્ગ સલામતી સમિતિ જિલ્લામાં માર્ગ અકસ્માતો નિવારી શકાય તે માટે વિવિધ પગલાઓ લે છે. જેથી જાન-માલની હાની નિવાળી શકાય. આ સમિતિના અધ્યક્ષ પદે જિલ્લા કલેકટરશ હોય છે.
આજે ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયે આ એવોર્ડ ગીર સોમનાથ જિલ્લા વતી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનીના હસ્તે સ્વીકાર્યો હતો.
આ એવોર્ડમાં રૂ. ૩ લાખની ઇનામી રાશિ, પ્રશસ્તિપત્ર અને મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
આ વેળાએ તેમની સાથે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને વાહન વ્યવહાર અધિકારી યુવરાજસિંહ વાઘેલા પણ જોડાયાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ