જૂનાગઢ 15 જુલાઈ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સુચના થી જુનાગઢ જિલ્લામાં બ્રિજ અને અસરગ્રસ્ત માર્ગોનું યુદ્ધના ધોરણે નિરીક્ષણ ઇન્સ્પેક્શન ટીમો બનાવીને કરવામાં આવ્યુ છે ,અત્યાર સુધીમાં 480 નાના મોટાં પુલોનું ઇન્સ્પેક્શન પૂર્ણ કરીને મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે તેમ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ માંગરોળના આજક આંત્રોલી રોડ પરના પૂલ ના નિરીક્ષણ દરમિયાન જણાવ્યું હતું.
કલેકટરએ વધુમાં જણાવ્યું કે, ઇન્સ્પેક્શન બાદ સલામતીના ભાગરૂપે આપ પુલને નીચે ઉતારવામાં આવી રહ્યો હતો. જેમાં કુતુહલવસ કેટલાક લોકો પૂલ નિહાળી રહ્યા હતા અને તે બેલેન્સ ગુમાવતા નીચે પડ્યા હતા પણ સદનસીબે જાનહાની થઈ નથી. પુલ તૂટ્યો નથી પરંતુ તોડવામાં આવી રહ્યો હતો.
જુનાગઢ માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઈજનેર અભિષેક ગોહિલના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, માર્ગ અને મકાન વિભાગના દિશાનિર્દેશ અનુસાર તાત્કાલિક બ્રીજ ઇન્સ્પેકશન પૂર્ણ કરવાના ભાગરૂપે તા.૧૧/૦૭/૨૦૨૫ ના રોજ અધિક્ષક ઇજનેરઅને કાર્યપાલક ઇજનેર દ્વારા કંટાળી ફાટક આજક આંત્રોલી રોડ પર આવેલ ઇરીગેશન નું જુનું ૫ મીટર સ્પાન વાળું કુલ ૧૦ મીટર લંબાઈ નું મેસનરી એબટ પિયર વાળું સ્લેબ ડ્રેઈનની ચકાસણી કરેલ. સદર જગ્યાએ નવો પુલ મંજુર થયેલ હોવાથી જુના બાંધકામ માટે સાવચેતીના ભાગરૂપે જર્જરિત સ્લેબને ઉતારી પાડવાનો નિર્ણય લેવામાં આવેલ હતો. જે અન્વયે બંને છેડે ચેતવણી દર્શક બોર્ડ લગાવી રસ્તો ટ્રાફિક માટે બંધ કરવામાં આવેલ હતો.
તા:૧૪/૦૭/૨૦૨૫ ના રોજ આ સ્ટ્રક્ચરના સ્લેબ તોડવાની કામગીરી પ્રગતિમાં હતી જેમાં એક સ્લેબ નું ડીમોલીશન પૂર્ણ થયા બાદ બીજા સ્લેબ નું ડીમોલીશન ની કામગીરી બાકી હતી એ સમયે સ્થાનીક લોકો સ્થળ પર અચાનક થી આવી ચડેલ આ સમયે સુપરવાઈઝર દ્વારા લોકો ને સેફટી માટે પુલ સ્થળે થી દુર મોકલવા માટે બે થી ત્રણ વખત જણાવેલ પરંતુ એ સમયે સ્લેબ નીચે પડેલ અને આસ પાસ ઉભેલા લોકો ઇજારદાર ના સુપરવાઈઝર સ્ટાફ સાથે લપસી પડેલ પરંતુ કોઈ હાની થયેલ નથી. જુના પુલ ની જગ્યાએ નવો પૂલ બાંધવા રાજ્ય સરકાર દ્વારા એક કરોડની મંજૂરી અપાઇ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ