નવસારી, 17 જુલાઈ (હિ.સ.)- પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ-પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ રસ્તા-પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દિશા-દર્શનમાં માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને કડક સૂચના આપી છે. જે અનુસંધાને હાલમાં રોડ રસ્તા રિપેર, ચકાસણી તથા અન્ય ગુણવત્તાવર્ધક કામગીરીઓ રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
જે અનુસંધાને, આજ રોજ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ નવસારી હસ્તકના બ્રિજોના નિરીક્ષણ અર્થે અધિક્ષક ઈજનેરશ્રી, પંચાયત (મા.મ.) વર્તુળ, સુરત અને કાર્યપાલક ઈજનેર, પંચાયત (મા.મ.) વિભાગ, નવસારી દ્વારા વાંસદા તાલુકાના જામલિયા ચીકટીયા લીમઝર રોડને ક્રોસ થતી ઘુટીયા નદી પર સન 2017-18 માં નિર્માણ પામેલ આર્ચ બ્રિજ જેમાં 12 મીટરના 2 ગાળા અને સેન્ટર 16 મીટરનો 1 ગાળાની એમ કુલ લંબાઈ 42 મીટર ધરાવે છે. જેનું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું.
તેમજ પીપલખેડ કેલિયા સુખાબારી કનસારીયા રંગપુર રોડને ક્રોસ થતી ખરેરા નદી પર સન 2015-16 માં નિર્માણ પામેલા મેજર બ્રિજ કે જેમાં 20 મીટરના 4 ગાળા એમ કુલ લંબાઈ 80 મીટર અને ટી-બીમ ડેક સ્લેબ ધરાવતો બ્રિજ જેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું.
તેમજ સરકારના અભિગમ અને પહેલથી માર્ગ રીપેરીંગ તેમજ સુધારણા હેઠળની અને પંચાયત માર્ગ અને મકાન પેટા-વિભાગ વાંસદા દ્વારા પ્રગતિ હેઠળ ડામર પેચવર્કની કામગીરીની અધિક્ષક ઈજનેર, પંચાયત (મા.મ.) વર્તુળ, સુરત અને કાર્યપાલક ઈજનેર, પંચાયત (મા.મ.) વિભાગ, નવસારી દ્વારા મુખ્ય જિલ્લા માર્ગ કક્ષાનો પ્રતાપનગર વાંદરવેલા રોડ કિ.મી. 0/00 થી 6/40 અને મુખ્ય જિલ્લા માર્ગ કક્ષાનો મોટીવાલઝર ઉપસળ વણારસી રોડ કિ.મી. 0/00 થી 5/10 ની સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે