જુનાગઢ, 15 જુલાઈ (હિ.સ.) જુનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આંત્રોલી આજક ગામ વચ્ચે લોકોની સલામતી માટે પૂલ તોડવામાં આવી રહ્યો હતો એ દરમિયાન સ્લેબનો એક ભાગ તૂટતા નિહાળી રહેલા કેટલાક લોકોએ બેલેન્સ ગુમાવતા નીચે પડ્યા હતા, પરંતુ આ ઘટનામાં સદનસીબે કોઈને જાનહાની થઈ નથી. જુનાગઢ કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા અને માર્ગ મકાન પંચાયત વિભાગ ના કાર્યપાલક ઈજનેર અભિષેક ગોહિલ અને અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી. સરપંચોએ પણ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા આ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. એટલે વાહન વ્યવહાર બંધ હતો. યુદ્ધના ધોરણે થઈ રહેલી આ કામગીરીના ભાગરૂપે રાજ્ય સરકારે આ પુલના નવા નિર્માણ માટે રૂપિયા એક કરોડની મંજૂરી આપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ