ઔધોગીક તાલિમ સંસ્થા કુતીયાણા ખાતે“સ્વ-રોજગાર માર્ગદર્શન શીબીર” યોજાઇ
પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.) : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર દ્વારા ઔધોગીક તાલિમ સંસ્થા(ITI)- કુતીયાણા, ખાતે “સ્વરોજગાર માર્ગદર્શન શિબીર” યોજવામાં આવેલ હતી. સ્વ-રોજગાર શિબીરમા જિલ્લા રોજગાર વિનિમય કચેરી પોરબંદરના કેરિયર કાઉંસેલર રાજેશ પરમાર, જિ
ઔધોગીક તાલિમ સંસ્થા કુતીયાણા  ખાતે“સ્વ-રોજગાર માર્ગદર્શન શીબીર” યોજાઇ.


ઔધોગીક તાલિમ સંસ્થા કુતીયાણા  ખાતે“સ્વ-રોજગાર માર્ગદર્શન શીબીર” યોજાઇ.


પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.) : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર દ્વારા ઔધોગીક તાલિમ સંસ્થા(ITI)- કુતીયાણા, ખાતે “સ્વરોજગાર માર્ગદર્શન શિબીર” યોજવામાં આવેલ હતી. સ્વ-રોજગાર શિબીરમા જિલ્લા રોજગાર વિનિમય કચેરી પોરબંદરના કેરિયર કાઉંસેલર રાજેશ પરમાર, જિલ્લા ઉધોગ કેંદ્ર પોરબંદરના જુનિયર ક્લાર્ક વનરાજભાઇ શિલુ, ઉધોગ સાહસિકતા સંસ્થાન પોરબંદરના એક્ઝિક્યુટીવ જિગ્નેશભાઇ ચૌહાણ તેમજ લિડ બેંકના પ્રાતીનીધી બ્રિજેશભાઇ તેમજ રાજેશભાઇ વરૂ હાજર રહ્યા હતા. ઔધોગીક તાલીમ સંસ્થાના ઇંસ્ટ્રકટર એ.પી.ભુવા દ્વારા મહેમાનોનું શબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી પોરબંદરના કેરિયર કાઉંસેલર રાજેશ પરમાર દ્વારા જિલ્લા રોજગાર વિનિમય કચેરીની માહીતી અને માર્ગદર્શન આપેલ હતુ.

જિગ્નેશભાઇ ચૌહાણ દ્વારા ઉધોગ સાહસીકતા સંસ્થાનની યોજના અને સ્કિલ ડેવલોપમેન્ટ અંગે માર્ગદર્શન આપેલ હતુ. વનરાજભાઇ શીલુ દ્વારા જિલ્લા ઉધોગ કેંદ્રની વિવિધ યોજનામા આત્મનિર્ભર ગુજરાત પોલીસી-2022,સ્ટાર્ટઅપ, લધુ, સુષ્મ અને મોટા ઉધોગ, માનવ કલ્યાણ યોજના માટે માહીતી અને માર્ગદર્શન આપેલ હતુ. બ્રીજેશસાહેબ અને રાજેશભાઇ વરૂ દ્વારા લિડ બેંકની મુંદ્રા યોજના, વાજપાઈ બેંકેબલ અને બેંકની નાના એકમ ચાલુ કરવા વિવિધ લોન વિશે માહીતી અને માર્ગદર્શન આપેલ હતુ. સ્વરોજગાર શિબિરમા ઔધોગીક તાલિમ સંસ્થાના 75 વિદ્યાર્થીઓ શિબીરમા હાજર રહ્યા હતા. સદરહુ સ્વરોગાર શિબિરમા તાલીમાર્થીઓના ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિબિરના અંતે તાલીમાર્થીઓના પ્રશ્નોનું સામાધાન આપવામાં આવેલ હતું. રોજગાર અધિકારી ડી. એ. પરમારના માર્ગદર્શન હેઠળ આ સ્વરોજગાર શિબીરનું આયોજન થયેલ હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande