ભુજ - કચ્છ, 16 જુલાઈ (હિ.સ.) તાજેતરના વરસાદમાં મહદંશે ભરાઇ ગયેલા ભુજના હમીરસર તળાવે વધુ કોઇ પુરુષનો ભોગ લીધો છે. બુધવારે સવારના ભાગમાં એક પુરુષની લાશ મળી આવી હતી. હમીરસર તળાવમાં લાશ પડી હોવાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ તળાવ કિનારે પહોંચી હતી.
રઘુનાથજીનાઆરા પાસેથી આ લાશને બહાર કાઢવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, તળાવમાં ઉડીને આવતો અથવા નગરજનો દ્વારા પધરાવાતા કચરાના લીધે કિનારા કચરાથી ઢંકાઇ ગયા છે અને પાણી પણ ગટર મિશ્રિત થઇ ગયું હોવાથી આવી દુર્ઘટના વખતે બચાવ કાર્યકરોને સૌથી વધુ મુશ્કેલી પડતી હોય છે.
દરમિયાન આ મૃતદેહ કોનો છે તેની ઓળખ થઇ શકી ન હતી. સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA