પોરબંદર ખાતે નશાબંધી પ્રચાર- પ્રસાર શિબિર યોજાઈ
પોરબંદર, 2 જુલાઈ (હિ.સ.) : નશાબંધી અમીકરણ સમીતી બેઠકના સૂચનો તેમજ નશામુક્ત ભારત અભિયાન હેઠળ પોરબંદરના પછાત અને વ્યસનની બદીવાળા વિસ્તારમાં નશાબંધી ખાતુ પોલીસ ખાતુ(એસ.ઓ.જી) તેમજ આરોગ્ય વિભાગ, ના સંયુક્ત ઉપક્રમે સુભાષનગર ખાતે આનંદ હોલ ખાતે નશાબંધી પ્રસા
સુભાષનગર ખાતે નશાબંધી પ્રચાર- પ્રસાર શિબિત યોજાઈ.


સુભાષનગર ખાતે નશાબંધી પ્રચાર- પ્રસાર શિબિત યોજાઈ.


સુભાષનગર ખાતે નશાબંધી પ્રચાર- પ્રસાર શિબિત યોજાઈ.


સુભાષનગર ખાતે નશાબંધી પ્રચાર- પ્રસાર શિબિત યોજાઈ.


સુભાષનગર ખાતે નશાબંધી પ્રચાર- પ્રસાર શિબિત યોજાઈ.


પોરબંદર, 2 જુલાઈ (હિ.સ.) : નશાબંધી અમીકરણ સમીતી બેઠકના સૂચનો તેમજ નશામુક્ત ભારત અભિયાન હેઠળ પોરબંદરના પછાત અને વ્યસનની બદીવાળા વિસ્તારમાં નશાબંધી ખાતુ પોલીસ ખાતુ(એસ.ઓ.જી) તેમજ આરોગ્ય વિભાગ, ના સંયુક્ત ઉપક્રમે સુભાષનગર ખાતે આનંદ હોલ ખાતે નશાબંધી પ્રસાર-પ્રચારની શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની શરૂઆતમાં પુર્વ પોરબંદર નગર પાલીકા પ્રમુખ તેમજ નશાબંધી ગુજરાત રાજ્ય બોર્ડના સભ્ય ડો.ચેતનાબેન તિવારીએ સુભાષનગન વિસ્તારનો પરિચય કરાવી, મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરી પોતાની આક્રમક શૈલીમાં પ્રાસંગિક વ્યશનમુક્તિ બાબતે સૂચનો કર્યા અને જરૂરી માર્ગદર્શન આપ્યું, ત્યારબાદ નશાબંધી અધિક્ષકે જણાવ્યુ હતું કે, ગરીબીનું મુખ્ય કારણ વ્યસન છે, કારણ કે આપણે વ્યશન પાછળ અસંખ્ય ખર્ચ કરીએ છીએ.

ક્યારેક વ્યસન પાછળ ખર્ચનો ટોટલ મારવાથી ખબર પડે કે, વ્યસન પાછળના પૈસા જો સ્વવિકાસ પાછળ વાપરવામાં આવે તો આ જમાનામાં કોઈ ગરીબ રહેશે નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુટકા, તમાકુ, દારૂ, ડ્રગ્સ વગેરે વ્યસનો સામાજીક અને આર્થિક અને આરોગ્યને નુકશાન કરતા છે જે બાબતે ક્યારેક કેન્સર હોસ્પિટલ અમદાવાદની મુલાકાત લેશો તો આપો આપ વ્યસન મુક્ત થઈ જશો. તેમજ વ્યસન છોડવા માંગતા વ્યક્તીઓને સ્વેચ્છાએ વ્યશન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી અને પરિવાર તથા સમાજના દસ વ્યક્તિને વ્યસન છોડવવા માટે પ્રયત્ન કરવા જણાવ્યું હતું.

ત્યારબાદ એસ.ઓ.જી પોલીસ સ્ટાફે કાયદા અને વ્યવસ્થાની માહીતી આપતા જણાવ્યું હતું કે, તમારી આસ-પાસ કોઇ પણ નશાકારક દ્રવ્ય/પદાર્થનું વેચાણ થતુ હોય તો પોલીસનો કોન્ટેક કરવો. ત્યારબાદ આરોગ્ય અધીકારી (ડોક્ટરો) એ વ્યસન કરવાથી આરોગ્ય પર કેવી અસરો પડે જે બાબતે ઉડાણપુર્વક સમજ આપવામાં આવી કાર્યક્રમના અંતે ડો.ચેતનાબેન તિવારી નશાબંધી, પોલીસ ખાતુ અને આરોગ્ય ખાતાનો આભાર માનવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ માળી દ્વારા કરવામાં આવ્યું હતું. નશાબંધી પ્રસાર-પ્રચાર કાર્યક્રમમાં પી.આર ગોહિલ- અધીક્ષક નશાબંધી ખાતું પોરબંદર, તેમજ પુર્વ પોરબંદર નગરપાલીકા પ્રમુખ અને ગુજરાત રાજ્ય નશાબંધી બોર્ડના સભ્ય ડો.ચેતનાબેન તિવારી, ડો. મનિષભાઈ મારૂ, ડો. ગોરાણીયા તથા હેતલબેન મોઢા તેમજ કરશનભાઈ સલેટ- ખારવા સમાજના આગેવાન તથા સંજયભાઈ માળી સામાજીક કાર્યકર તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના અગ્રણી અશ્વિનભાઇ ઠકરાર તથા ગંગાબેન કાણકીયા પુર્વ કાઉન્સીલર, નવી બંદર ખારવા સમાજના પ્રમુખ સવજીભાઈ તેમજ સુભાષનગર પટેલ રવિભાઈ વગેરે સમાજીક કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande