પોરબંદર જિલ્લાના નિયત કરેલ વિસ્તારોમાં, ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ.
પોરબંદર, 2 જુલાઈ (હિ.સ.) પોરબંદર જિલ્લાના નિયત કરાયેલ રેડ ઝોન અને યલો ઝોન વિસ્તારોમાં ડ્રોન (યુ.એ.વી.)નો ઉપયોગ કરવા અંગે પોરબંદર અધીક જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ દરવામાં આવ્યુ છે. પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે બી વદર દ્વારા
પોરબંદર જિલ્લાના નિયત કરેલ વિસ્તારોમાં, ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ.


પોરબંદર, 2 જુલાઈ (હિ.સ.) પોરબંદર જિલ્લાના નિયત કરાયેલ રેડ ઝોન અને યલો ઝોન વિસ્તારોમાં ડ્રોન (યુ.એ.વી.)નો ઉપયોગ કરવા અંગે પોરબંદર અધીક જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ દરવામાં આવ્યુ છે. પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે બી વદર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-163 હેઠળ પોરબંદર જિલ્લાના નિયત કરેલ વિસ્તારોને રેડ ઝોન અને યલો ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેમજ વિશેષમાં રેડ ઝોન વિસ્તારમાં ડ્રોન (યુ.એ.વી.) નો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને યલો ઝોનમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન (યુ.એ.વી.) નો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ જાહેરનામું તા.01/07/2025 થી તા.29/08/2025 (આ જાહેરનામું બીજો હુકમ થતાં) સુધી અમલમાં રહેશે અને આ જાહેરનામાનો ઉલ્લઘન કરનાર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 મુજબ સજાને પાત્ર થશે.

આ જાહેરનામા અન્વયે પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજજા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિતઓ વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 અન્વયે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande